હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે lyrics
By-Gujju31-10-2023
466 Views
હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે lyrics
By Gujju31-10-2023
466 Views
હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે…
કોઈનો છેતર્યો છેતરાઉ એવો ભોળો નથી રે. હું ગાંડો નથી રે…
ચપટી ચોખ્ખા લઈને મંદિરીયે આવે ,
આઘા ઉભા રહી ફદીયા ફગાવે ,
એવા પીતળિયા હું કઈ લેતો નથી રે. હું ગાંડો નથી રે…
ચાર પાંચ પુષ્પો લઇ મંદિરીયે આવે,
લોટરી લાગે એની માનતાઓં મનાવે,
એવા પાંચ ફુલે પાંચ લાખ દેતો નથી રે. હું ગાંડો નથી રે…..
સાચી ને ખોટી મારી ફિલ્મો બનાવે,
ભોળા ભક્તોને મને જોવા લલચાવે,
એવા બાર આના ભાવમાં હું સસ્તો નથી રે. હું ગાંડો નથી રે….
મારા બનાવેલા મુજને જ બનાવતા,
ગર્ભમાં દીધેલા કોલને જ ભુલાવતા,
પણ વખત આવે હું કોઈને છોડતો નથી રે. હું ગાંડો નથી રે…..