Thursday, 20 June, 2024

શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ અને વિધિઓ જાણો

196 Views
Share :
શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ અને વિધિઓ જાણો

શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ અને વિધિઓ જાણો

196 Views

શરદપૂર્ણિમાનું મહત્વ શું છે?

વર્ષની છ ઋતુઓમાં નીતર્યા સૌંદર્યની શરદ ઋતુ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે શ્રીકૃષ્ણ વૃદાવનમાં યમુના તટે વાસંળી વગાડે છે અને શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમાય છે. આજે પણ શરદપૂર્ણિમાની રાત્રિએ સોળેય શણગાર સજીને ચાંદરણા પાથરેલી ધરતી ઉપર રાસ-ગરબાની રમજટ બોલાવે છે. નવરાત્રિ જેવા પ્રકાશપર્વની  પૂર્ણાભૂતિ વાસ્તવમાં શરદપૂર્ણિમાએ થાય છે. જે વ્યક્તિ શરદપૂનમની શીતળતા અને પ્રસન્નતા પામે, તેનું જીવન સાર્થક ગણાય છે. તેથી આજે પણ સો વર્ષ જીવવાના આશીર્વાદ આપતા કહેવાય છે. 

શરદ-પૂર્ણિમાના દિવસે દૂધ-પૌંઆ કેમ ખવાય છે? તેની શરૂઆત ક્યારથી થઇ? 

શરદપૂર્ણિમાના ચંદ્રના કિરણોનો અદભૂત પ્રભાવ પડે છે. શરદ-પૂનમની રાતે મધરાત સુધી ચાંદનીમાં મુકેલા દૂધ-પૌંઆ ચંદ્રના તેજના કારણે  પોષ્ટિક અને સ્વાસ્થવર્ધક બની જાય છે. નવું અનાજ પાક્યું હોય તેના પૌંઆ તૈયાર કરાય છે. ડાકોર, શ્રીનાથદ્વારા વગેરે તીર્થોએ શરદપૂનમે મુકુટોત્સવ થાય છે, ઠાકોરજીને દૂધપૌંઆનો ભોગ ધરાવાય છે. આના આધારે કહી શકાય કે શ્રીકૃષ્ણાકાળથી દૂધ-પૌંઆ ખાવાની, ભોગ ધરાવાની પ્રથા શરૂ થઇ હશે. 

શરદપૂર્ણિમાએ ચંદ્રદર્શનમું મહત્વ શા માટે છે? 

કલાધર ચંદ્રમા શરદપૂર્ણિમાની રાતે સોળે કળાએ ખીલીને પૃથ્વીના પટ ઉપર શીતળ ચાંદની રેલાવે છે. ચંદ્રની કૌમુકી (ચાંદની)માં સ્નાન કરી પ્રકૃતિ હસી રહે છે. જળાશયોમાં કુમુદ જેવા પુષ્પો ખીલી ઉઠે છે. ચંદ્રકિરણોનો આવો પ્રભાવ છે. ચંદ્રના કિરણો-ચાંદની દ્વારા જાદૂઇ અસર થાય છે. ચંદ્ર તો અમૃત આપનાર છે, તેથી જ ને ‘સુધાશું’ કે ‘સુધાકર’ કહેવાય છે. 

ચંદ્રનું આ મહત્વ છે. ચંદ્રકિરણોની રોશનીથી દ્રષ્ટિનું તેજ વધે છે. શરદપૂનમની રાતે સોયમાં સો વાર દોરો પરોવીએ તો અંધાપો ન આવે, એવી માન્યતા છે. ચંદ્રકિરણો તો શરીરને મહેનતું બનાવી દે છે. 

આયુર્વેદની દ્રષ્ટિએ શરદપૂર્ણિમાનું શું મહત્વ છે? શા માટે? 

શરદપૂર્ણિમાના પૂર્ણચંદ્રનાં કિરણોના સેવનથી શરીરની અનેક વ્યાધિઓ આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવે છે. તેથી જડ-ચેતનમાં એના કિરણનો પ્રભાવ ખૂબ વધી જાય છે, શરદ-પૂનમની ચાંદનીના સીંચન વનસ્પતિમાં આયુર્વેદિક ઔષધીય ગુણો પ્રગટે છે. ચંદ્ર ઔષધિઓનો સ્વામી ગણાય છે. શ્રીકૃષ્ણ પણ ગીતામાં કહે છે, ‘હું ચંદ્ર બનીને બધી વનસ્પતિઓન એ ઓસડ જેવી ગુણકારી બનાવી દઉં છું. વૈદ્યરાજે પણ શરદપૂનમની ચાંદનીમાં આખી રાત ઔષધિઓ મૂકીને તેને પરિપક્વ બનાવે છે. ચાંદનીના પાનથી ઔષધિઓ સંજીવની બની જાય છે. ચંદ્રની સોળે કળાઓ એટલે ચંદ્રના સોળ પ્રકારના કિરણો અને તેની આયુર્વેદિક શક્તિઓ. 

શરદપૂર્ણિમા ‘કોજાગરી’ પૂનમ શા માટે કહેવાય છે? 

શરદપૂર્ણિમાએ કોજાગરી-વ્રત કરાય છે. આ વ્રતમાં ઉપવાસ કરીને રાતે લક્ષ્મીપૂજન કરી જાગરણ કરાય છે. મધરાતે શરદઋતુની અધિષ્ઠાત્રી સૌંદર્યની દેવી લક્ષ્મી વિહાર કરવા નીકળે છે અને બોલતી જાય છે. ‘કોણ જાગે છે? જે જાગતા હશે તેમને ધન મળશે’. જાગીને ચંદ્રના અમૃતનું પાન કરવું, એવો સંદેશ આમાંથી મળે છે. લક્ષ્મી એટલે ચંદ્રની શોભા, કુદરતની શોભા, ચાંદનીના સેવનથી મળતો આનંદ દુન્યવી કોઇ ધનસંપત્તિ ન આપી શકે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *