Friday, 20 September, 2024

Hu Nahi Raja Gopichand Lyrics in Gujarati

504 Views
Share :
Hu Nahi Raja Gopichand Lyrics in Gujarati

Hu Nahi Raja Gopichand Lyrics in Gujarati

504 Views

હે આંખ મોરા નામથી હું તો સોઈ સોઈ જાગી રે
હે નિરંજનનો જોગી આવ્યો ભિક્ષા દોને મોરી માઈ રે
હું નહિ રાજા ગોપીચંદ
હે તાંબા કુંડી જળ ભરી રૂપા કેરી જારી રે
એ ગોપીચંદ નાવા બેઠ્યાં ઉના મેલ્યા પોની રે
હું નહિ રાજા ગોપીચંદ
એ વા નથી વાદળ નથી બુંદ ચોથી આવ્યા રે
એ ઓળ વાળીને ઊંચે જોયું મોલે રુવે માઈ રે
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ

એ આપણા દરબારમાં મૈયા દુખીયારું નથી કોઈ રે
હે મેનાવતી મૈયા તમે શેના કારણ રોયા રે
હું નહિ રાજા ગોપીચંદ
એ તારી કાયા તારા બાપ જેવી કંચન વરણી કાયા રે
એ માટી ભેળી માટી થાશે પવન ભેળા પ્રાણ રે
હું નહિ રાજા ગોપીચંદ
એ આપણી ગોડવાડમાં એક જાલંદર જોગી રે
એ જાલંદરને બાર કાઢો અમર કરશે કાયા રે
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ

એ માતાજીના વચન સુણી લાગ્યા જોન પાય રે
એ બંગાળનું રાજ છોડી રાજા હાલ્યા જોન જાય રે
હું નહિ રાજા ગોપીચંદ
એ હુકમ કરતા હજાર આવીયા તોડ્યા છે હાન કોટ રે
એ જાલંદરને બહાર કાઢીયા ગુરુ થવ અમારા રે
હું નહિ રાજા ગોપીચંદ
હે જોળીવાળી દરબાર જાઓ ભિક્ષા માંગી લાવો રે
એ રાણી પાસેથી ભિક્ષા લાવો તો ગુરુ બનું હું તમારો રે
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ

એ પલભાતના બૉણમાં એક બાળો જોગી આવ્યો રે
એ હાથે કળ પ્રેમના એના જોગીના એધાણ રે
હું નહિ રાજા ગોપીચંદ
એ થાળ ભર્યો સદ્ મોતીડે ભિક્ષા દેવા આવ્યા રે
હે મોતી તમારા સુ રે કરું ભિક્ષા નથી મારી રે
હું નહિ રાજા ગોપીચંદ
હે કલાલીને ગરદણ મારુ પૂરો દારૂડો પાયો રે
હે રાજા સરખો રાજીયો એતો બની ગયો બાવો રે
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ

એ કલાલીને મત મારો નથી પાયો મન દારૂ રે
હે વિધાતાના લેખ લખિયા બન્યો આજે બાવો રે
હું નહિ રાજા ગોપીચંદ
એ પંચકળનો આટો આલજ્યો થોડી આલજ્યો લુંન રે
એ તારા મોલમાં લાય ઉઠે મને આપો ભિક્ષા રે
હું નહિ રાજા ગોપીચંદ
એ સોના કેરું ખપ્પર બનાવું રૂપા કેરી જારી રે
એ મેલમાં તો મઢી બનાવું સેવા કરું હું તમારી રે
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ

એ પંખી ભમે પેટ કારણ થ્રોરિંગ ભમે ભોંય રે
એ જોગી ભમે જોગ કારણ નવખંડ કેરી મોય રે
હું નહિ રાજા ગોપીચંદ
એ ફૂલકેરી અખંડી મઇ ખુંચે મોલની મોય રે
એ વનરાવનમાં લાકડા ઓ રાજા કેમ વેણયા જાશે રે
હું નહિ રાજા ગોપીચંદ
એ દેશ જાજ્યો પરદેશ જાજ્યો ન જાજ્યો બેનીબા ના દેશ રે
બેની કેરો જીવ જાશે જગમાં પડે હંકાર રે
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ

હે દેશ જોયા પરદેશ જોયા ન જોયા બેનીબા ના દેશ રે
એ બેની કેરી ભિક્ષા લઈને વનમાં ચાલ્યો જઉં રે
હું નહિ રાજા ગોપીચંદ
એ રાણી રોવે રંગમોલમાં ને દાસી રોવે દરબારમાં રે
એ હાથે રોવે હાત વર્ણ ને ચોરે રોવે ચારણ ભાટ રે
હું નહિ રાજા ગોપીચંદ
એ ફાટ્યા તૂટ્યા લૂગડાં મારા અંગે રે રહેશે રે
એ ગોપીચંદની ગોદડી બાવા ગોરખનાથે ગાઈ રે
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ
હું નહિ રાજા ગોપીચંદ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *