Tuesday, 10 September, 2024

ઇન્દિરાબેન ગાંધી

117 Views
Share :
ઇન્દિરાબેન ગાંધી

ઇન્દિરાબેન ગાંધી

117 Views

૧૯ નવેમ્બર ૧૯૧૭ ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ (ગાંધીનો) જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતા – ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહેરુ, ઉત્તર પ્રદેશના અલ્હાબાદના શ્રીમંત વકીલ હતા. ગાંધી પહેલાના સમયમાં મોતીલાલ નહેરુ ઇંડિયન નેશનલ કોંગ્રેશ ના આગળ પડતા આગેવાનોમાંના એક હતા.તેઓ બ્રિ – ટીશ તંત્ર સામે ભારતના ભવિષ્યના સરકારી તંત્ર અંગે લોકોની પસંદ દર્શાવતો નહેરુ અહેવાલ પણ લખ- વાના હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ, ઉચ્ચશિક્ષણ પામેલા બૅરિસ્ટર હતા અને ભારતની સ્વતંત્રતાની ચળવળ ના અત્યંત લોકપ્રિય નેતા હતા. ઈન્દિરાના જન્મ સમયે, નહેરુ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભાર- ત સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશી ચૂકયા હતા.રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી એવાનહેરુ કુટુંબમાં જન્મેલાં ઈન્દિરા રાજકીય રંગે રંગાયેલા વાતાવરણમાં ઉછર્યાં હતાં. એકસમાન અટક હોવા છતાં તેઓ રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધી સાથે કોઈ કૌટુંબિક સગપણ ધરાવતાં નહોતાં. તેમના દાદા, શ્રી મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.

બાળપણ

૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં જન્મેલ ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી માત્ર માતાની નિશ્રામાં ઉછરતાં અને તે પણ બીમાર અને નહેરુ ગૃહસ્થા શ્રમથી વિમુખ થતાં જતાં માતા પાસે રહેતાં ઈન્દિરામાં મજબૂત સંરક્ષણ વૃત્તિ અને એકલવાયું વ્યકિતત્વ આકાર લેવા માંડ્યું. પોતાની ઉંમરના મિત્રો-સહેલીઓ સાથે ભળવામાં પણ દાદા અને પિતાની રાષ્ટ્રીય રાજકારણમાં ગળાડૂબ સામેલગીરીથી અડચણ ઊભી થતી. વિજયાલક્ષ્મી પંડિત સહિતની પોતાની ફોઈઓ સાથે પણ તેમને બનતું નહોતું અને આ અણબનાવ રાજકીય વિશ્વમાં પણ ચાલુ રહ્યો હતો.તેમના પિતાએ પોતાની આત્મકથા, ટુવર્ડ ફ્રીડમ માં લખ્યું છે કે તેઓ જયારે જેલમાં હતા ત્યારે અવારનવાર પોલીસ તેના પર નાખેલા દંડ વસૂલ કરવા માટે ઘરમાંથી રાચરચીલાંના ટુકડા લઈ જતી. તેમણે લખ્યું છે, આ સમયે “મારી ચાર વર્ષની ઈન્દિરા આ સતત ચાલતી લૂંટથી અત્યંત નારાજ હતી અને તેણે પોતાની આ સખત નારાજગી પોલીસ સામે વિરોધ કરીને તેના કુમળા મન પર પડેલી આ છાપો તે ભવિષ્યમાં પોલીસ દળ ને કેવી રીતે જોશે તે દષ્ટિને પણ મોટા ભાગે અસર કરશે તેવો મને ડર છે.”ઈન્દિરાએ નાનાં છોકરા ઑ અને છોકરીઓની એક બાલસેના ઊભી કરી હતી. ભારતની સ્વતંત્ર ચળવળમાં તેમનો નાનો પણ નોંધનીય હિસ્સો છે. તેઓ વિરોધ નોંધાવતા, ધ્વજ લઈને કૂચ કરતા તેમ જ પ્રતિબંધિત સામગ્રીઓ-પ્રકાશનો વિતરણ કરવામાં મદદ કરતા. તેનો એક બહુ જાણીતો કિસ્સો- પોતાના પિતાનું ઘર પોલીસની નજરબંદી હેઠળ હતું ત્યારે ઈન્દિરા એક મહત્વનો દસ્તાવેજ, જેમાં ત્રીસના દાયકાના પૂર્વાધમાં લેનારા એક મહત્વના ક્રાંતિકારી પગલાંની રૂપરેખા હતી, પોતાના દફતરમાં છુપાવીને બહાર લઈ આવ્યાં હતાં.

અભ્યાસ અને લગ્નજીવન

આમ ઈન્દિરાબેન ગાંધી ના જીવનમાં નાની વયે 1936માં આખરે માતુ શ્રીનું લાંબા સંઘર્ષ પછી તેમનાં માતા, કમલા નહેરુ ક્ષયને શરણ થયાં. તે વખતે ઈન્દિરા 18 વર્ષનાં હતાં અને તેમને કદી બાળપણમાં સ્થિર કૌટુંબિક જીવન નસીબ થયું નહીં. ત્રીસના દાયકાના અંત માં તેઓ ઈંગ્લેન્ડમાં પોતાનો સોમરવિલા કૉલેજ, ઓકસફર્ડ યુનિવર્સિટી, ઈંગ્લેન્ડમાં અભ્યાસકાળ દરમ્યાન તેઓ લંડન સ્થિત, સ્વતંત્રતાની તરફેણ કરતા ક્રાંતિકારી ભારતીયલીગના સભ્ય બન્યાં.ત્યારબાદ તેઓ 1940ના પૂર્વાર્ધમાં, જૂના ફેફસાંનારોગ માંથી સાજા થવા માટે ઈન્દિરાએ સ્વિત્ઝરલેન્ડ ખાતે વિશ્રામઘરમાં સમય વીતાવ્યો. બાળપણની જેમ ત્યારે પણ તેમણે પોતાના પિતા સાથે લાંબા પત્રો થકી દૂરના અંતરનો સંબંધ સાચવી રાખ્યો. તેઓ રાજકારણ ની ચર્ચા-દલીલ પણ કરતાં તેમજ આ પ્રવૃતિ માં સતત સામેલ રહેતા. યુરોપ ખંડ અને ઈંગ્લેન્ડમાં તેમના આ સમય દરમ્યાન તેઓ રાજકારણમાં સક્રિય હોય તેવા એક પારસી યુવાન,ફિરોઝ ગાંધી(મહાત્મા ગાંધી સાથે કોઈ સબંધ નથી)ને મળ્યાં. ભારત પાછા ફર્યા બાદ, ફિરોઝગાંધી નહેરુ પરિવાર તથા ઈન્દિરાનાં નજીક ના સબંધો કેળવી લીધા. ઈન્દિરા અને ફિરોઝગાંધી ભારત પાછાં ફર્યાં ત્યારે એકબીજાના પ્રેમમાં હતાં.ડૉકટરોની સલાહ છતાં લગ્નમાટે મક્કમ હતાં. ફિરોઝનું ખુલ્લાપણું, રમૂજી સ્વભાવ અને આત્મ-વિશ્વાસ ઈન્દિરાને ગમતાં હતાં. પોતાની દીકરી આટલી જલદી પરણી જાય તે બાબત નહેરુને પસંદ પડી નહીં અને તેમણે આ પ્રેમ સંબંધ અટકાવવા માટે મહાત્મા ગાંધીની મદદ માગી. પણ પ્રેમમાં પડેલાં ઈન્દિરા અણનમ રહ્યાં અને માર્ચ 1942માં હિંદુ વિધિ મુજબ તેમનાં લગ્ન સંપન્ન થયાં.અને સંસાર ચાલુ કર્યો.

રાજકીય માર્ગ પર કારકીદી

ફિરોઝ અને ઈન્દિરા બંને જણ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના સભ્ય હતાં અને બંને જણે 1942ની ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જેમાં બંનેની ધરપકડ થઈ હતી.ભારત સ્વતંત્ર થયું તે પછી, ફિરોઝ ચૂંટણી લડ્યા હતા અને ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાઈને સંસદસભ્ય બન્યા હતા. તે પછી તેમણે ત્યાં રાજીવગાંધી અને સંજયગાંધી એમ બે પુત્રોના જન્મ પછી કોઈક પારસ્પરિક સંઘર્ષના લીધે આ દંપતી 1958 સુધી એકબીજાથી અલગ રહેતું હતું. તેમની બીજી ચૂંટણીના થોડા સમય બાદ જ એકાએક ફિરોઝને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેના પરિણામે તેમનું ભાંગેલું લગ્નજીવન નાટકીય રીતે સંધાઈ ગયું પણ સપ્ટેમ્બર 1960માં ફિરોઝનું અકાળે અવસાન થવાથી આ પ્રેમ લાંબા ગાળા સુધી ટકી ન શકયો.

ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખ

1959 અને 1960 દરમ્યાન ઈન્દિરા ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણી લડ્યાં અને ચૂંટાયાં. પ્રમુખ તરીકેની તેમની અવધિમાં કોઈ વિશેષ બનાવ બન્યો નહીં. તેમણે પોતાના પિતાની કચેરીના અગ્ર સદસ્ય તરીકેની ભૂમિકા પણ નિભાવી. નહેરુનો સગાંવાદ માટેનો વિરોધ જાણીતો હતો તે મુજબ ઈન્દિરાએ 1962ની ચૂંટણીમાં ઉમેદવારી કરી નહીં.27 મે 1964ના નહેરુનું અચાનક અવસાન થયું અને નવા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની વિનવણીને માન આપીને ઈન્દિરા ચૂંટણી લડ્યા અને સરકારમાં જોડાયાં. તરત જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન બનાવવામાં આવ્યાં આમ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના મુદ્દે હિન્દી ન બોલતા તામિલનાડુ રાજયમાં તોફાનો વખતે તેમણે મદ્રાસની મુલાકાત લીધી ત્યાંના સામાજિક નેતાઓના ક્રોધને શાંત પાડ્યો અને નુકસાન પામેલા વિસ્તારોમાં પુનઃકામ ગીરીનું નીરિક્ષણ કર્યું.1965 પછી શ્રીમતી ઈન્દિરા અને તેમના શત્રુઓ વચ્ચેના સંઘર્ષમાં સફળતા મેળવવા માટે કેન્દ્રીય કૉંગ્રેસ ના આગેવાનોએ કૉંગ્રેસ ના રાજય સ્તરનાં સંગઠનોમાંથી ઉચ્ચ વર્ણના આગેવાનોને દૂર કર્યા અને તેમના સ્થાને પછાત જાતિઓના આગેવાનો નીમ્યા, અને વંચિતોના મત એકઠા કરવાના પ્રયત્નો કર્યા જેથી રાજય સ્તરે કૉંગ્રેસ અને વિપક્ષના શત્રુઓને હરાવી શકાય આ હસ્તક્ષેપોના પરિણામે સ્થાનિક આંતર-વંશીય સંઘર્ષો છેવટે વધ્યા. આ સમય 1965 પછી શ્રીમતી ઈન્દિરા અને તેમના શત્રુઓ વચ્ચેના ડખા માં સફળતા હાંસલ કરવા માટે કેન્દ્રીય કૉંગ્રેસના આગેવાનોએ કૉંગ્રેસના રાજય સ્તરનાં સંગઠનોમાંથી ઉચ્ચ વર્ણના આગેવાનોને દૂર કર્યા અને તેમના સ્થાને પછાત જાતિઓના આગેવાનો નીમ્યા, અને વંચિતોના મત એકઠા કરવાના પ્રયત્નો શરૂ કર્યા જેથી રાજય સ્તરે કૉંગ્રેસ (પાર્ટી) અને વિપક્ષના શત્રુઓને હરાવી શકાય. આ હસ્તક્ષેપોના પરિણામે, જેમાંના કેટલાક તો સામાજિક રીતે કદાચ સુધારાવાદી લાગતા હતા, મોટા ભાગે સ્થાનિક આંતર-વંશીય સંઘર્ષો છેવટે વધ્યા હતા.

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ઈન્દિરા ગાંધી સરહદ નજીકના વિસ્તાર શ્રીનગરમાં રજાઓ માણી રહ્યાં હતાં. પાકિસ્તાની બળવાખોરો શહેરની ઘણી નજીક સુધી ઘૂસી બેઠા હોવાની લશ્કરની ચેતવણી છતાંતેમણે જમ્મુ કે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે સ્થાનિક સરકાર ની સામે રેલી કાઢી હતી અને સામે ચાલીને સમાચાર-માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાનના હુમલાને ત્યારે સફળતાપૂર્વક ખાળી શકાયો હતો અને જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં સોવિયેતની મધ્યસ્થી વડાપ્રધાન શાસ્ત્રીએ પાકિસ્તાનના અયુબ ખાન સાથે શાંતિ કરાર પર સહી કરી. અને તેના માત્ર થોડા જ કલાકો પછી, લાલબહાદુર શાસ્ત્રીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. એ સમયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખ કે.કામરાજે, મોરારાજી દેસાઈના વિરોધ છતાં, ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. મોરારજી દેસાઈએ જો કે પાછળથી કૉંગ્રેસ પાર્લામેન્ટપાર્ટી ના સદસ્યો સામે હાર માનવી પડી હતી, જયાં ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈના 169 સામે 355 મતો થી સરસાઈ મેળવી તેમને પાછળ છોડી દીધાં હતાં અને ભારતના પાંચમા વડાપ્રધાન અને આ પદ શોભાવનાર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.

1966માં જયારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે કૉંગ્રેસમાં બે જૂથમાં વિભાજીત થઈ ગયું, ગાંધીના નેતૃત્વમાં માનતા સમાજવાદીઓ અને મોરારજી દેસાઈનાનેતૃત્વમાં માનતા રૂઢિચુસ્તો. રામમનોહર લોહિયાએ તેમને ગૂંગી ગુડિયા એટલે કે “મૂંગી ઢીંગલી” કહ્યાં હતા 1967ની ચૂંટણીમાં આ આંતરિક વિખવાદની અસર જોવા મળી. આ ચૂંટણીમાં લોકસભાની 545 બેઠકોમાંથી કૉંગ્રેસે માત્ર 297 બેઠકો પર જ વિજય મેળવ્યો અને લગભગ 60 બેઠકો ગુમાવી. ત્યારે ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને ભારતના નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે સરકારમાં લેવા જ પડ્યા. 1969માં દેસાઈ સાથે અનેક મતભેદો પછી, ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના ભાગલા પડ્યા. છતાં તેમણે સમાજવાદી અને સામ્યવાદીઓની મદદથી બીજાં બે વર્ષો સુધી સરકાર ચલાવી. એ જ વર્ષે, જુલાઈ 1969માં તેમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું.

સને 1971નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ

પાકિસ્તાનનું લશ્કર પૂર્વ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર વ્યાપકપણે અત્યાચાર જુલમ ગુજારી રહ્યું હતું.જેના પરિણામે આશરે 10 લાખ જેટલા શરણાર્થીઓ ભારતમાં દોડી આવ્યા.સ્વાભાવિક રિતેભારત પર આર્થિક બોજો વધ્યો દેશની સ્થિરતા પર જોખમમાં આવી પડી. આ સમસ્યા ઉકેલવા માટે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું યુનાઈટેડ સ્ટેટ્સના રિચાર્ડ નિકસને પાકિસ્તાનને ટેકો આપ્યો. નિકસનને અંગત રીતે ઈન્દિરા પ્રત્યે સ્પષ્ટ અણગમો હતો જે ઈન્દિરાને “ચૂડેલ” અને “લુચ્ચું શિયાળ” કહીને વ્યકત પણ કર્યો ઈન્દિરાએ રશિયા સાથે મિત્રતા અને સહકારની સંધિ પર હસ્તાક્ષર કરીને તેનો રાજકીય ટેકો તો મેળવ્યો જ પરંતુ યુએન માં ભારત તરફી રશિયાનો વીટો પણ મેળવ્યો. 1971ના યુદ્ધ માં ભારતની જીત થઈ અને બાંગ્લાદેશનો જન્મ થયો.આ આ સમયે પાકિસ્તાનના નવા પ્રમુખ ઝુલફીકાર અલી ભુટ્ટોને એક અઠવાડિયા જેટલી લાંબી શિખર મંત્રણા માટે શિમલા આમંત્રિત કર્યા. લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ રહેલી વાતચીતના અંતે, બંને દેશના વડાઓએ છેવટે શિમલા કરાર પર સહી કરી હતી, જેના મુજબ બંને દેશો કાશ્મીર વિવાદનો અંત વાટાઘાટો અને શાંતિપૂર્ણ રીતે લાવવા માટે સંમત થયા હતા. નિકસન પ્રત્યે તેમના તીવ્ર અણગમાને કારણે યુનાઈટેડસ્ટેટ્સ સાથેના સંબંધો ઘટતા ચાલ્યા જયારે સોવિયેતયુનિયન સાથેના સંબંધો સારા થતા ગયા.

1960 ના દાયકાના ઉત્તરાર્ધમાં, વેપારમાં તેજી લાવવા માટે ઈન્દિરાની સરકારે ભારતીય રૂપિયાના મૂલ્યમાં 40% – યુએસ ડૉલર સામે 4થી 7 જેટલું અવમૂલ્યન જાહેર કર્યું.

1967 માં ગાંધીએ નેશનલ ન્યુકિલઅર પ્રોગ્રામ શરૂ કર્યો

1974 માં, રાજસ્થાનના રણ વિસ્તારમાં આવેલા પોખરણ ગામ નજીક ભૂગર્ભમાં, ભારતે અનૌપચારિક રીતે “સ્માઈલિંગ બુદ્ધા (હસતાં બુદ્ધ)” નામના સંકેતથી ઓળખાતું અણુપરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડયું.

1975 સુધી, “અન્નની સુરક્ષા” નામે ઓળખાતો કાર્યક્રમ ગાંધી માટે વધુ એક હકારાત્મક ટેકાનું કારણ બન્યો રૂ કરાયેલા વિશિષ્ટ કૃષિ સંશોધન કાર્યક્રમો અને વધારાની સરકારી સહાયના કારણે છેવટે ભારત નો અનાજનો કાયમી ખેંચ-તાણનો પ્રશ્ન ઈંદિરાબેને કમી દૂરકરાયો .

1971 ની ચૂંટણીમાં વિજય, અને વડાપ્રધાન તરીકે બીજું સત્ર જેમાં તેમના નેતૃત્વ પર હતો.

1971ની આ ચૂંટણીમાં ગાંધીએ ગરીબી હટાવો ગરીબી દૂર કરો વિષય અને નારા પર મુખ્ય ભાર મૂક્યો હતો.

1975 ના અલ્હાબાદની હાઈકોર્ટે મતદાનમાં ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને લોકસભામાં ઈન્દિરા ગાંધીની ચૂંટણી દ્વારા થયેલી વરણી રદ ગણાવી. કોર્ટે તેમને સંસદમાં તેમની બેઠક પરથી દૂર કર્યાં હતાં॰

197 5 માં લોકસભામાં સહેલાઈથી ઈન્દિરા ગાંધીને તેમની પર મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપો અને ચુકા-દામાંથી મુકત કરતો ભૂતકાલીન સ્થિતિથી લાગુ પડતો ઠરાવ પસાર થઈ ગયો.

1975 ના આંતરિક અવ્યવસ્થાને લઈને કટોકટીની સ્થિતિ જાહેર કરી.અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી સર્જાયેલી અરાજકતાની અને કાયદાના ઉલ્લંઘનની સ્થિતિને ધ્યાનમાં રાખતાં રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદને કટોકટીની સ્થિતિ જાહેર કરવાની ભલામણ કરી. તે મુજબ, બંધારણમાં કલમ 352ની જોગવાઈઓ અનુસાર કટોકટી લાવ્યા.

1977 માં ઈન્દિરા ગાંધીએ ચૂંટણી ઘોષિત કરી આ ચૂંટણીમાં ઈન્દિરાની કૉંગ્રેસ પાર્ટી ખરાબ રીતે હારી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને તે નીલમ સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિ બન્યા.

1979 ના શિયાળામાં રાષ્ટ્રપતિ રેડ્ડીએ સંસદનું વિસર્જન કરવું પડ્યું. એ પછી જાન્યુઆરીમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અપાર બહુમતિથી પાછી સત્તા પર આવી.

ગાંધીનાં પાછલાં વર્ષો પંજાબની સમસ્યાઓ સાથે ગૂંચવાયેલા રહ્યાં. જૂન 1984માં શીખોના સૌથી પવિત્ર સ્થાન ગોલ્ડન ટેમ્પલના સંકુલમાં ભાગલાવાદી શીખ સ્વતંત્રતા માટે લડતું જરનેઇલ સિંઘ ભિંડરાંવાલેનું જૂથ છાવણી નાખીને બેઠું હતું.એ વખતે ગોલ્ડન ટેમ્પલના સંકુલમાં હજારો સામાન્ય નાગરિકો હાજર હોવા છતાં ભારતીય લશ્કરે આડેધડ ગોળીઓ ચલાવી અને તેના પરિણામે ઘણા નાગરિકો ઘવાયા-મર્યા. આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમોમાં ગાંધીના આ પગલાંની ખૂબ નિંદા થઈ.સરકારી આંકડાઓમાં 4 અધિકારીઓ, 79 સૈનિકો અને 492 શીખો ભોગ બનેલા દર્શાવાય છે, 500 કે તેથી વધુ લાશ્કરો અને 3,000 થી વધુ શીખો- જેમાં આમનેસામને થયેલા ગોળીબારમાં અનેક સ્ત્રીઓ અને બાળકો પણ હોમાઈ ગયેલાં.

ઈન્દિરા ગાંધીના અનેક અંગરક્ષકો હતા, તેમના બે શીખ પણ હતા જેમાં ના સતવંત સિંઘ અને બિઅંત સિંઘ. 31 ઑકટોબર, 1984ના રોજ નં. 1, સફદરગંજ રોડ પર આવેલા નવી દિલ્હી ના વડાપ્રધાનના રહેઠાણના બગીચામાં તેમના સંરક્ષણ માટેનાં હથિયારોથી તેમણે ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાખી.

આમ ભારત ના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીને સત સત વંદન…….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *