જાગો રે અલબેલા કા’ના
By-Gujju05-05-2023
467 Views
જાગો રે અલબેલા કા’ના
By Gujju05-05-2023
467 Views
જાગો રે અલબેલા કા’ના મોટા મુકુટધારી રે,
સહુ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ તમારી નિદ્રા ભારી રે … જાગો રે.
ગોકુળ ગામની ગાયો છૂટી, વણજ કરે વેપારી રે,
દાતણ કરો તમો આદે દેવા, મુખ ધુઓ મોરારિ રે … જાગો રે.
ભાતભાતનાં ભોજન નીપાયાં, ભરી સુવર્ણથાળી રે,
લવંગ, સોપારી ને એલચી, પ્રભુ પાનની બીડી વાળી રે … જાગો રે.
પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ, ખવડાવે વ્રજની નારી રે,
કંસની તમે વંશ કાઢી, માસી પૂતના મારી રે … જાગો રે.
પાતાળે જઈ કાળીનાગ નાથ્યો, અવળી કરી અસવારી રે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હું છું દાસી તમારી રે … જાગો રે.
– મીરાંબાઈ