Saturday, 7 September, 2024

જળ એ જ જીવન વિશે નિબંધ

174 Views
Share :
જળ એ જ જીવન

જળ એ જ જીવન વિશે નિબંધ

174 Views

“આજે પાણી બચાવશો કાલે પાણી જીવન બચાવશે”

જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. ‘જળ એ જ જીવન છે’-એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવ સૃષ્ટિ માટે અમૃત સમાન છે.

પાણી વગર પૃથ્વીના કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં. પાણી જ આપણી પૃથ્વીનું અમૂલ્ય ધરોહર છે. જો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવશે અને તે દૂષિત થતું રહશે, તેનો બેફામ બગાડ થતો રહશે તો જળ સંકટને કારણે સમગ્ર પૃથ્વી નાશ થઈ શકે છે તેથી જ સાચું જ કહેવાય છે કે-

“जल है तो कल है।”
“No Water, No Life
No Blue, No Green.”

પૃથ્વી પર 71% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને ‘Blue Planet’ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર જે 71% પાણી છે તેમાથી 97.2% પાણી દરિયામાં આવેલું છે. જે પીવા યોગ્ય નથી. આ ધરતી પર 2.15% પાણી બરફરૂપે રહેલ છે. 0.61% પાણી ભૂગર્ભમાં રહેલ છે. પૃથ્વી પર આવેલ જળાશયોમાં 0.009% પીવાલાયક પાણી રહેલ છે. 0.008% આંતરિક સમુદ્રમાં, માટીમાં ભેજના સ્વરૂપે 0.005%, વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% તથા નદીઓમાં 0.001% પાણી આવેલ છે.

પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીના જથ્થામાંથી 97% પાણી ખારું છે . જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે. જેમાંથી 2% પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલ ભેજના સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલ છે એટલે ખરેખર જોઈએ તો 1% પાણી જ માણસના ઉપયોગમાં આવે એવું છે !

પૃથ્વી પર વસતા બધા જ જીવો માટે જીવિત રહેવા માટે વાયુ પછી પાણી જ બીજી સૌથી આવશ્યક જરૂરિયાત છે. પાણી પીવા માટે ઉપયોગી છે. તે સિવાય ન્હાવા, કપડાં–વાસણ ધોવા, ઘર-ગાડી સાફ કરવા, પશુ-પક્ષીઓને પીવા માટે, બગીચામાં છોડ તથા વૃક્ષો માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત કૃષિમાં સિંચાઇ માટે તથા ઉદ્યોગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે.

પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઈ ત્યારથી જ પાણી ખૂબ મહત્ત્વપૂર્ણ છે તેથી આ દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ નદીને કિનારે વિકસી હતી. ભારતના મોટા ભાગના શહેરો પણ નદીને કિનારે જ આવેલા છે. આ શહેરોના વિકાસમાં નદીઓનો મહત્ત્વનો ફાળો છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે 22, માર્ચના દિવસે ‘વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજકાલ વિશ્વના દેશો ચંદ્ર અને મંગળ ગ્રહ પર પાણીની શક્યતા તપાસવા કરવામાં વ્યસ્ત છે. વૈજ્ઞાનિકો ત્યાં જીવનની શોધ કરી રહ્યા છે પણ મુખ્ય બાબત એ છે કે પાણી વગર જીવન શક્ય નથી તેથી આપણે કહી શકીએ કે જળ એ જ જીવન છે. પૃથ્વીનાં પારિસ્થિતિક સંતુલન માટે પણ પાણી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બને છે અને એ વાદળ ઠંડા ક્ષેત્રોમાંથી પસાર થાય ત્યારે તે ત્યાં વરસાદ રૂપે વર્ષે છે.

આ વરસાદ જ પૃથ્વી પરના જળાશયો અને નદીઓને ફરીથી ભરી દે છે, ભૂગર્ભ જળનું સ્તર ઊચું લાવે છે. વરસાદ જ પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. આહાર શૃંખલાનો આધાર પણ અપ્રત્યક્ષ રીતે પાણી પર જ છે. આમ, તમામ જીવસૃષ્ટિ માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. આજના આ આધુનિક યુગના ઉદ્યોગોને પણ વિવિધ પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે.

પાણી વગર સિંચાઇ શક્ય નથી; સિંચાઇ વગર ખેતીની ઉત્પાદકતા ઘટી જાય છે અને જગતને ભૂખમરો પણ ભરડામાં લઈ લે એવી પરિસ્થિતિ સર્જાય. ભારતની જનસંખ્યાને અનાજ ક્યાંથી ઉપલબ્ધ કરાવવું? આમ, પાણી આપણને ખૂબજ ઉપયોગી છે. તેના વગર જીવનની કલ્પના કરવી જ નકામી છે !

“जल ही जीवन है – जल के बिना
जीवन की कल्पना भी मुश्किल है।”

જે પાણીનો ઉપયોગ ચોમાસા સિવાયની ઋતુમાં કરી શકાય. આ સિવાય અગાસી પરના પાણીને પાઇપલાઇન દ્વારા બોરિંગમાં ઉતારી બોરિંગ રિચાર્જ કરવાની પણ વ્યવસ્થા ઊભી કરવી. ખેતરમાં આવેલા કૂવાને પણ ચોમાસામાં વહી જતાં પાણી દ્વારા રિચાર્જ કરવાની સુવિધા હોવી જોઈએ કે વિકસાવવી જોઈએ. કૂવા રિચાર્જ દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. ઘણા બધા વ્યક્તિઓએ પોતાના ઘરમાં આવી સુવિધા ઊભી કરી છે. સુરતના એક વ્યક્તિએ તો પોતાના ઘરમાં પાણીની લાઇન જ નથી લીધી!

ગામડામાં ખેત તલાવડી બનાવવી જોઈએ. જો તળાવ હોય તો તેને ઊંડા કરવા જોઈએ. આ રીતે પાણીનો સંગ્રહ કરી સિંચાઇ કરવી જોઈએ. આ ઉપરાંત નદીને આડે ચેક ડેમો બનાવીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આ રીતે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે. વળી, આના દ્વારા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે. ભારતના ઘણા બધા ગામડાઓમાં આવા ચેક ડેમો બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા આ ગામોમાં પીવાના પાણીનો ઉકેલ આવી ગયો છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવાનો આ ખૂબ સારો ઉકેલ છે .

જંગલોને કપાતા અટકાવવા પડશે. વધુને વધુ વૃક્ષો વાવવા પડશે જેથી વધુ વરસાદ આવે તથા પ્રદૂષણ પણ ઘટે. વરસાદ જ પૃથ્વી પરના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જો જંગલો કપાશે તો બધી જ સમસ્યા ઉદ્ભવશે. સામાજિક વનીકરણ દ્વારા વધુ વૃક્ષોનો વિકાસ થાય તેવા પ્રયત્નો સમાજે-સરકારે કરવા પડશે.

વાસણ-કપડાં ગાડી ધોવા માટે જે વધુ પાણી વપરાય છે તે અટકાવવું પડશે. વળી, આ વપરાયેલા પાણીનો ઉપયોગ બાગ-બગીચા કે સિચાઈ માટે કરવો જોઈએ. જેથી પીવાલાયક પાણીની બચત થઈ શકે છે. આ ઉપરાંત પીવાલાયક પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ અંગે જાગૃતિ લાવવી પડશે. આ કાર્યને એક અભિયાન તરીકે ઉપાડવું પડશે.

આમ, સમગ્ર વિશ્વ સમક્ષ આવેલ આ જળસંકટને પહોંચી વળવા સહિયારા પ્રયાસની જરૂર છે. લોકો, સરકાર તથા સંસ્થાઓના સહિયારા પ્રયાસથી જ આ શક્ય બનશે. ઉપર જણાવેલ ઉપાયોનો યોગ્ય અમલ કરી જળસંકટને દૂર કરી શકવામાં સફળતા મળશે. લોકોમાં જવાબદારીની ભાવના આવે તેવા પ્રયત્નો કરી, તેમને આ મિશનમાં જોડીને જ આ સંકટથી છૂટકારો મેળવાશે. Reduce, Reuse, Recycle એ આપણી સાંપ્રત માનવજાતનું ધ્યેયવાક્ય બનશે તો જ આપણે આવનારી પેઢીને જીવવા યોગ્ય પૃથ્વી આપી શકીશું.

“Save Water, Save Life”
જળ છે તો જીવન છે .
જળનું જતન કરો .
જળની કિંમત સમજો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *