Monday, 23 December, 2024

Jay Jay Maharani Yamuna Lyrics in Gujarati

1664 Views
Share :
Jay Jay Maharani Yamuna Lyrics in Gujarati

Jay Jay Maharani Yamuna Lyrics in Gujarati

1664 Views

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

સુંદર સતવાદી નાર,

તપ કરી પ્રભુને આરધિયા,

પ્રીતે પરણ્યા મોરાર…

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

સૂરજ દેવતાની દીકરી,

વેદ પુરાણે વખાણ;

ભાઇને વ્હાલી રે બેનડી,

પસલી આપી છે સાર

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

રૂપે રૂડાં જળ શામળાં,

વેગે ચાલે ગંભીર

તીરે તીરંગ ઓપતા,

વ્રજ વધ્યો વિસ્તાર

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

ચણીયાચોળી ને ચૂંદડી,

ઉર પર લટકંતો હાર

કંકણ કુંડલ ને ટીલડી,

સજા માએ સોળે શૃંગાર

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

વૃંદાવન વીંટાઇ રહ્યાં,

મથુરા જળ સ્થળ આધાર

ગોકુળ મહાવન પાસે વસ્યાં,

વહાલો મારો નંદકુમાર

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

જળ જમુનાનાં ઝીલતાં,

તૂટ્યો નવસરો હાર

મોતી સર્વે વેરાયાં,

હીરલો લાગ્યો છે હાથ

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

સમઘાટ, શ્યામઘાટ ઠકરાણીઘાટ,

બીજા ઘાટ અપાર

અજાણે અધર્મી હાઇ ગયો,

તેનો માએ કર્યો ઉદ્ધાર

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

અટ્ટાવીશ કુંડ ઉજ્વળ થયા,

ભાઇનો ભાંગ્યો ભણકાર

પરાક્રમે ગેલ ચલાવિયાં,

વ્રજમાં કીધો વિસ્તાર

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

નાય ગાય પયપાન જે કરે,

તેને જમનો નહિ ભણકાર

કર જોડી કહે ‘હરિદાસ’

નાજો તમે વારંવાર

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના,

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *