Sunday, 30 March, 2025

Jivan Anjali Thajo Maru Lyrics in Gujarati

516 Views
Share :
Jivan Anjali Thajo Maru Lyrics in Gujarati

Jivan Anjali Thajo Maru Lyrics in Gujarati

516 Views

જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

ભૂખ્યા કાજે ભોજન બનજો. તરસ્યાનું જલ થાજો
ભૂખ્યા કાજે ભોજન બનજો. તરસ્યાનું જલ થાજો
દીન દુ:ખીયાના આંસૂ લ્હોતા અંતર કદી ન ધરાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો
ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

વણ થાક્યા ચરણો મારા નીત તારી સમીપે થાજો
વણ થાક્યા ચરણો મારા નીત તારી સમીપે થાજો
હૈયાના પ્રત્યેક સ્પંધને તારું નામ રટાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો
શ્રદ્ધા કેરો દિપક મારો નવ કદીએ હોલવાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો
જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો
જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *