જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની Recipes
By-Gujju13-12-2023
જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની Recipes
By Gujju13-12-2023
જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની રીત – Juvar na lot ni idli banavani rit શીખીશું, આપણું વજન ઓછું કરવામાં કે શુગર કે ડાયાબિટીસ ના દર્દી માટે જુવાર ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ઠંડી હોવાથી ગરમી માં તે વધારે ખવાય છે. જુવાર ના લોટ ની ઈડલી સવાર ના કે સાંજે ના નાસ્તા માં બનાવી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે જુવાર ના લોટ ની ઈડલી બનાવતા શીખીએ.
જુવાર ના લોટ ની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 1 કપ
- જુવાર નો લોટ 1 કપ
- દહી ½ કપ
- પાણી જરૂર મુજબ
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- લીમડા ના પાન 8-10
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ઇનો 1 ચમચી
Juvar na lot ni idli banavani rit
જુવાર ના લોટ ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને ઈડલી નું બેટર તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીમડા ના પાન, ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ વઘાર ને ઈડલી ના બેટરમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઇનો નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે ઈડલી ના સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં ઈડલી નું બેટર નાખો. હવે સ્ટેન્ડ ને સ્ટીમર માં મૂકો. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે આઠ થી દસ મિનિટ સુધી ઈડલી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે સ્ટીમર માંથી ઈડલી કાઢી લ્યો.
તૈયાર છે આપણી જુવાર ના લોટ ની ઈડલી. હવે તેને ચટણી કે સંભાર સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ની ઈડલી ખાવાનો આનંદ માણો.
Juvar idli recipe note
- ઇડલી ના બેટર માં તમે દહી ની જગ્યા એ છાસ નો ઉપયોગ કરી શકો છો.