Friday, 13 September, 2024

સોજી બટાટા નો નાસ્તો બનાવવાની Recipes

155 Views
Share :
સોજી બટાટા નો નાસ્તો બનાવવાની Recipes

સોજી બટાટા નો નાસ્તો બનાવવાની Recipes

155 Views

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખુબ જ ટેસ્ટી સોજી બટાટા નો નાસ્તો બનાવવાની રીત – Soji batata no nasto banavani rit બનાવતા શીખીશું, બ્રેડ, મેંદો કે ઘઉં ના લોટ વગર આજે આપણે સોજી થી ખુબ જ સરસ નાસ્તો બનાવતા શીખીશું.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે કોઈ એક વાર ટેસ્ટ કરી લેશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. સાથે જોવામાં પણ ખૂબ જ સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી સોજી નો નાસ્તો બનાવતા શીખીએ.

Soji batata no nasto nu staffing banava jaruri samgri

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 4
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ફ્રોઝેન વટાણા ¼ કપ
  • ઝીણા સુધારેલા ગાજર ¼ કપ
  • ઝીણા સુધારેલા ટામેટા 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • બાફેલા બટેટા 5
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • સોજી નો લોટ બાંધવા માટે ની સામગ્રી
  • પાણી 2 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ 1 ચમચી
  • સોજી 1 કપ

સ્ટફિંગ તૈયાર કરવાની રીત

સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં વટાણા, ઝીણા સુધારેલા ગાજર, ઝીણા સુધારેલા ટામેટા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દયો.

પાંચ મિનિટ પછી ફરી થી તેને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં આદુ ની પેસ્ટ, હળદર અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી મસાલા ને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે  તૈયાર છે આપણું સ્ટફિંગ.હવે તેને ઠંડુ થવા માટે સાઇડ પર રાખી દયો.

સોજી નો લોટ બાંધવા માટે ની રીત

સોજી નો લોટ બાંધવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ચમચા ની મદદ થી હલાવતા રહો. જ્યાં સુધી સોજી ચિપકવાની બંધ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ તેને એક કથરોટ માં કાઢી ને થોડું ઠંડું થવા દયો.

હવે સોજી ના મિશ્રણ માં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી સોફ્ટ થાય ત્યાં સુધી ગુંથી લ્યો. ત્યાર બાદ તેના લુવા બનાવી લ્યો.

સોજી બટાટા નો નાસ્તો બનાવવાની રીત

સોજી નો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તૈયાર કરીને રાખેલ સોજી નો લુવો લ્યો. હવે તેને એક પ્લાસ્ટિક ના પેપર ઉપર મૂકો. હવે ફરી થી તેના ઉપર પ્લાસ્ટિક નું પેપર મૂકો. હવે કોઈ પ્લેટ ની મદદ થી તેને પ્રેસ કરો એટલે એક પૂરી બની જાસે.

હવે તે પૂરી ઉપર બનાવી ને રાખેલ સ્ટફિંગ ને ચોરસ શેપ્ માં ગોઠવી ને રાખો. હવે પૂરી ને સામ સામે ફોલ્ડ કરી લ્યો. હવે ચોરસ પાર્સલ બની ને તૈયાર થઈ ગયું હસે. આ રીતે બધા જ સોજી ના પાર્સલ બનાવી ને તૈયાર કરી લ્યો. સોજી ના લુવા ની કટોરી બનાવી તેમાં સ્ટફિંગ ભરી ને તેને કવર કરી લ્યો. હવે એક બોલ બનાવી લ્યો. આમ બને રીતે તમે તમારા હિસાબ થી નાસ્તો બનાવી શકો છો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સોજી નો ચોરસ પાર્સલ તળવા માટે નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધો જ નાસ્તો બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી સોજી નો નાસ્તો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *