Saturday, 27 July, 2024

કાહે ન મંગલ ગાવે, જશોદા મૈયા

202 Views
Share :
કાહે ન મંગલ ગાવે, જશોદા મૈયા

કાહે ન મંગલ ગાવે, જશોદા મૈયા

202 Views

કાહે ન મંગલ ગાવે જશોદા મૈયા, કાહે ન મંગલ ગાવે
પુરણ બ્રહ્મ સકલ અવિનાશી તેરી ધેનુ ચરાવે … જશોદા મૈયા

કોટિ કોટિ બ્રહ્માંડ કે કર્તા જપ તપ ધ્યાન ન આવે,
ના જાનું યહ કૌન પુન્ય સે તાકો ગોદ ખિલાવે …. જશોદા મૈયા

બ્રહ્માદિક ઈન્દ્રાદિ શંકર નિગમ નેતિ કરી ગાવે,
શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર, તાકો પાર ન આવે … જશોદા મૈયા

સુંદર વદન કમલદલ લોચન, ગૌધન કે સંગ આવે,
માત જશોદા કરત આરતી, કબીરા દર્શન પાવે … જશોદા મૈયા

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પોતાની કૃષ્ણ અને યશોદાના દર્શનની અનુભૂતિને વર્ણવે છે. પૂર્ણ અવતારી અખંડ ને અવિનાશી પરમાત્મા જાતે જ તારી ગાયોને ચરાવતા હોય તો હે જશોદા મૈયા, તને પરમ આનંદ કેમ ન થાય ? અને તારાથી મંગલ ગીતો ગાઈ એ આનંદની અભિવ્યક્તિ કર્યા વિના કેમ રહેવાય ? કરોડો બ્રહ્માંડોના સર્જક જપ ને તપ વડે પ્રાપ્ત થઈ શકતા નથી તે કયા પુણ્યને પ્રતાપે તારી ગોદમાં ખેલી રહ્યા છે તે મને સમજાતું નથી. તેના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઈન્દ્ર આદિ દેવતાઓ અને સર્વે શાસ્ત્રો નેતિ નેતિ કરીને ગાય છે એટલું જ નહીં પણ ખુદ શેષ ભગવાન પોતાના હજાર મોઢાથી સતત એમના નામના જાપ જપ્યા કરે છે. છતાં તેનો પાર પામી શકતા નથી. જેની આંખો અને મોઢું કમળ સમાન સુંદર છે એવા પ્રભુને ગોવાળિયા રૂપે ગાયોનાં ટોળાં સાથે આવતા જોઈને મા જશોદા પ્રેમપૂર્વક આરતી ઉતારે છે તેવું દર્શન પામી કબીર ધન્યતાનો અનુભવ કરે છે.

English

Kahe na mangal gaave, jashoda maiya, kahe na mangal gaave
Puran brahma sakal avinashi so teri dhenu charave … Jashoda maiya.

Koti koti brahmand ke karta, jap tap dhyan na aave,
Na janu yah kaun punya se tako god khilaave …. Jashoda maiya.

Brahmadik indradik shankar nigam neti kari gaave,
Sesh sahastra mukh ratat nirantar, tako paar na aave … Jashoda maiya.

Sundar vadan kamal dal lochan, gaudhan ke sang aave,
Maat Jashoda karat aarti, kabira darshan pave … Jashoda maiya.

Why Not rejoice and Sing Hymns? Why not rejoice and sing auspicious hymns, O’ Mother Jashoda ? The Almighty has come as your son, Lord Krishna, and He is grazing your cows ! Creator of billions of universes, One who cannot be realized by austerity or meditation alone. By which of your mysterious merits has He come to play in your lap ? Sought by Brahma, Indra, Shankar, and even by Sheshnaaga, the multi-tongued one Not even they could unravel His mystery. Handsome, with lotus like eyes, gracefully walking among the cows. While Mother Jashoda is worshipping him, Kabir has caught glimpses of His appearance !

Hindi

काहे न मंगल गावे, जशोदा मैया काहे न मंगल गावे
पुरण ब्रह्म सकल अविनाशी सो तेरी धेनु चरावे … जशोदा मैया

कोटि कोटि ब्रह्मांड के कर्ता, जप तप ध्यान न आवे,
ना जानु यह कौन पुण्य से ताको गोद खिलावे … जशोदा मैया

ब्रह्मादिक इन्द्रादि शंकर निगम नेति करी गावे,
शेष सहस्त्र मुख रटत निरंतर, ताको पार न आवे … जशोदा मैया

सुंदर वदन कमलदल लोचन, गौधन के संग आवे,
मात जशोदा करत आरती, कबीरा दर्शन पावे … जशोदा मैया

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *