Sunday, 22 December, 2024

Kala Re Kala Mara Shamaliya Shreenathji Lyrics in Gujarati

200 Views
Share :
Kala Re Kala Mara Shamaliya Shreenathji Lyrics in Gujarati

Kala Re Kala Mara Shamaliya Shreenathji Lyrics in Gujarati

200 Views

કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કટી ઉપર જમણો કર મુકી અમને બાંધયા હાથજી
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
અધરો મલકે પાપણ પલકે, છલકે આખો ચાર રે
અમ્રુત રસની રોમ-રોમમા ઉછળે જીણી ધાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
અમ્બોડો વાકો ને પગમા તોડાનો જણ્કાર રે
કાનો મા કુંડ્ળ તો જાણે વિજળી નો ચમકાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
મોર કળાયેલ માથે સોહે મોહિયા નરને નાર રે
દેવી જીવનો દોટ મુકિને પ્રભુ કરે ઉધાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
વામ ભુજા ઉપર ફેલાવી બોલાવે નિજ દ્વાર રે
નિજ ચરણનો આશ્રો આપી ભુલાવે સંસાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
 
શ્રીજીબાવા નંદ દુલારા કરૂણા ના કરનાર રે
શ્રાવણીને અવલમ્બન આપી ઉતારી ભવપાર રે
કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *