Monday, 23 December, 2024

Kana Ma Gandi Tur Chhu Lyrics in Gujarati

119 Views
Share :
Kana Ma Gandi Tur Chhu Lyrics in Gujarati

Kana Ma Gandi Tur Chhu Lyrics in Gujarati

119 Views

હાલ જઈએ ગોકુળમાં
કહું છું સાહેલડી
ગોવિંદમાં ગાંડીતુર છું
હો મારા વ્હાલામાં ગાંડીતુર છું

હો કાના, હો કાના, હો કાના, હો કાના
હો કાના, હો કાના, હો કાના, હો કાના

હાલ જઈએ ગોકુળમાં
કહું છું સાહેલડી
ગોવિંદમાં ગાંડીતુર છું
હો હાલ જઈએ ગોકુળમાં
કહું છું સાહેલડી
ગોવિંદમાં ગાંડીતુર છું

રહુ છું દિવસ ને રાત મારા વ્હાલાના રટણમાં
ગોવિંદમાં ગાંડીતુર છું
હો રહુ છું દિવસ ને રાત મારા કાનાના રટણમાં
ગોવિંદમાં ગાંડીતુર છું
હો મારા કનૈયામાં ગાંડીતુર છું

મારુ ચિતડું ખોયું એના ખ્યાલમાં
મને ગમતું નથી રે મોટા મેલમાં
હો મારુ ચિતડું ખોયું રે એના ખ્યાલમાં
મને ગમતું નથી રે મોટા મેલમાં
હું તો શુદ્ધબુદ્ધ ભૂલી મારા વાલમજીની યાદમાં
ગોવિંદમાં ગાંડીતુર છું

હો હાલ જઈએ ગોકુળમાં
કહું છું સાહેલડી
ગોવિંદમાં ગાંડીતુર છું
હો મારા માધવમાં ગાંડીતુર છું

રાત નીંદરમાં ઝબકી જગાય છે
મારા સપનામાં માધવ મલકાય છે
હો રાત નીંદરમાં ઝબકી જગાય છે
મારા સપનામાં માધવ મલકાય છે
વ્હાલા સોહે મોર પિચ્છ જોને તારા રે મુગટમાં
ગોવિંદમાં ગાંડીતુર છું

હો હાલ જઈએ ગોકુળ મા
કહું છું સાહેલડી
ગોવિંદમાં ગાંડીતુર છું
હો મારા છબીલામાં ગાંડીતુર છું

તારી મોરલીયે મનડું ડોલે મારુ
રાધા નામ જપે છે કાના તારું
તારી મોરલીયે મનડું ડોલે મારુ
રાધા નામ જપે હરિવર તારું
ધાંધલ ભરતમાં નભાવે રાખો તારી સંગાથમાં
ગોવિંદમાં ગાંડીતુર છું

હો હાલ જઈએ ગોકુળમાં
કહું છું સાહેલડી
ગોવિંદમાં ગાંડીતુર છું
હો રહુ છું રાત દિવસ મારા વ્હાલાના રટણમા
ગોવિંદમાં ગાંડીતુર છું
કનૈયામાં ગાંડીતુર છું
હરિમાં ગાંડીતુર છું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *