Monday, 24 March, 2025

Bajar ma chale mata vada Lyrics in Gujarati

194 Views
Share :
Bajar ma chale mata vada Lyrics in Gujarati

Bajar ma chale mata vada Lyrics in Gujarati

194 Views

એ આજ ચાલે બજારમાં માતા વાળા, માતા વાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા
ના ખોટા કરે ભઈ ચેન ચાળા, ચેન ચાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા

દુનિયામાં રાજા કરીને ફેરવે
માળા એની ફરે મારી ઓગળીના ટેરવે
દુનિયામાં રાજા કરીને ફેરવે
માળા એની ફરે મારી ઓગળીના ટેરવે
એ આજ ચાલે છે બજારમાં માતા વાળા, માતા વાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા…

બજારમાં અમારી એન્ટ્રી છે કાફી
માતાએ કાયમ આબરૂ છે રાખી
હો બજારમાં અમારી એન્ટ્રી છે કાફી
માતાએ કાયમ આબરૂ છે રાખી

જેની પેઢીનો પ્રભુ પોસરો
એનો દુશ્મન ને વેરી ઓધળો
જેની પેઢીનો પ્રભુ પોસરો
એનો દુશ્મન ને વેરી ઓધળો
આજ બજારમાં ચાલે છે માતા વાળા, માતા વાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા
બળે છે દુશ્મન બળવા વાળા…

દુનિયા ચાલે દેવથી એવી અમને જોણ છે
માતા વીના ભઈ અમારું કોણ છે
દુનિયા ચાલે દેવથી એવી અમને જોણ છે
માતા વીના ભઈ અમારું કોણ છે
હોજ હવાર કરું દીવાના રે દર્શન
અમારા ઉપર માતા છે પ્રસન્ન
હોજ હવાર કરું દીવાના રે દર્શન
અમારા ઉપર માતા છે પ્રસન્ન
આજ બજારમાં ચાલે ભઈ માતા વાળા, માતા વાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા
ના ખોટા કરે ભઈ ચેન ચાળા, ચેન ચાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા
આજ ચાલે બજારમાં માતા વાળા
ભલે બળે દુશ્મન બળવા વાળા…

કે રોમનાં ઘરના બે દરવાજા દેરા
એક સ્વર્ગનો ને બીજો નરકનો સ દેરા
તારો કિયો દરવાજો સ તારી ગતિ કિ તું જોણ લ્યા
માર તો કર્મ ધર્મની મારી માતા સ લ્યા
તારું તું જોઈ લે જે વિકટ વેળા આવ એટલ
મારા દુઃખમાં મારી માતા ભાગ કરશે
તારું તું જોણ દેરા
દુનિયા હોમી નજર નોખજે
પણ મારા પગરખામાં પગ મેલતા પેલા સૌ વાર વિચાર કરજે
ચમ ક માર ઘેર દીવો ન સિંહણ જેવી માતા સ લ્યા
કદાચ હાઈકોટ સુપ્રીમકોટ માફ કરશે
પણ મારી સિંહણ કોઈ દાડો માફ કરશે નહિ
દેરા મારો મા ને બાપ….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *