કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
By-Gujju09-05-2023
333 Views
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
By Gujju09-05-2023
333 Views
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દેને.
આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછાં માંગી લ્યોને જશોદા મૈયા …કાનુડો માંગ્યો
રતિ ભરેય અમે ઓછું નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી લ્યોને જશોદા મૈયા … કાનુડો માંગ્યો
હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને જશોદા મૈયા … કાનુડો માંગ્યો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને જશોદા મૈયા … કાનુડો માંગ્યો
– મીરાંબાઈ