Friday, 15 November, 2024

કાફિર કોટ મંદિર – અફઘાનિસ્તાન

192 Views
Share :
કાફિર કોટ મંદિર – અફઘાનિસ્તાન

કાફિર કોટ મંદિર – અફઘાનિસ્તાન

192 Views

કાફિર કોટ મંદિર એટલે મહાન ભૂતકાળની છેલ્લી નિશાની.. ૧૧મી સદીમાં ગઝનીના મહમૂદના આક્રમણ પહેલા, અફઘાનિસ્તાનમાં કાબુલ શાહી તરીકે ઓળખાતા શૈવ હિંદુ રાજવંશનું શાસન હતું.

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક ખૈબર પખ્તુનખ્વા જિલ્લામાં આ ખંડેર મંદિરો આજે કાબુલ શાહીઓના અવશેષો છે.

આ શૈવ મંદિરના અવશેષોને હવે સ્થાનિક લોકો ‘કાફિર કોટ’ તરીકે ઓળખે છે.

આનો અર્થ એ થયો કે મહેમુદ ગઝનવીએ મંદિરો તોડવાની શરૂઆત પોતાના જ પડોશી પરગણાથી અને એના નાનકડા રાજ્યના હિંદુ શાસનનો અંત આણી કરી હતી. આ જ વિસ્તાર છે જ્યાંથી ભારત આવવાનો રસ્તો ખૂલતો હતો – ખૈબરઘાટ !

આ જ ભારતનું પ્રવેશદ્વાર છે. જો કે ગઝની પહેલાં શકો,હુણો અને આરબો ભારત પર આક્રમણ કરી જ ચુક્યા હતાં પણ તે રસ્તો સિંધ અને પંજાબનો હતો. ખરેખર ખૈબરઘટ પસાર કરીને પહેલું આક્રમણ કોણે કર્યું તેની છણાવટ તો મારે ઇતિહાસલેખોમાં કરવી જ પડશે !

પણ ગઝનીએ આ પ્રદેશ જીતી પોતાને અને અન્ય માટે રસ્તો આસાન કરી દીધો હતો એટલું જરૂરથી કહી શકાય તેમ છે. બીજો અભ્યાસ એ પણ કરવો પડશે કે ગઝની પહેલાં અને પછી ત્યાં કયાં ક્યાં હિંદુ રાજવંશો હતાં તે !

બાકી…. અત્યારે તો વાત મંદિરની જ થઈ રહી છે જે વિશે આપણે બહુ જ ઓછું જાણીએ છીએ.

!! ૐ નમઃ શિવાય !!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *