કે દા’ડે મળશે મુંને કા’ન
By-Gujju09-05-2023
306 Views
કે દા’ડે મળશે મુંને કા’ન
By Gujju09-05-2023
306 Views
જોશીડા જોશ જુવોને,
કે દા’ડે મળશે મુંને કા’ન રે?
દુઃખડાની મારી વા’લા દૂબળી થઈ છું,
પચીપચી થઈ છું પીળી પાન રે … કે દા’ડે મળશે.
દુઃખડાં મારાં ડુંગર જેવડાં,
સુખડાં છે મેરું સમાન રે. … કે દા’ડે મળશે.
પ્રીત કરીને વા’લે પાંગળાં કીધાં,
બાણે વીંધ્યા છે મારા પ્રાણ રે. … કે દા’ડે મળશે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણકમળ ચિત્ત ધ્યાઉં રે. … કે દા’ડે મળશે.
– મીરાંબાઈ