Sunday, 22 December, 2024

Khamma Lyrics in Gujarati

170 Views
Share :
Khamma Lyrics in Gujarati

Khamma Lyrics in Gujarati

170 Views

ઉગ્યો રે ધબકારો ખમ્મા
મારા નભનો તારો ખમ્મા
નજર તો ઉતારો ખમ્મા હો …

આતમનો અણસારો ખમ્મા
મારો નવો જન્મારો ખમ્મા
નજર તો ઉતારો ખમ્મા હો …

મીઠપ રાંધો હરખ રાંધો
વ્હાલપની કોઈ પરબ બાંધો
ખલકમાં ખીલ્યું રે નમણું ફૂલ
ચાંદો લાવો સૂરજ લાવો
એમાંથી ઘુઘરીયું રે ઘડાવો
જાણું છું મોંઘેરા એના મુલ
અખંડ રહેજો રે અંજવાળા
ઓ આકાશે રહેવા વાળા
લખજો હેતથી એના લેખ
હારું તુજ પર હારું ખમ્મા
વારુ જીવતર વારુ ખમ્મા
નેહથી નિહારું ખમ્મા હો …

ઉગ્યો રે ધબકારો ખમ્મા
મારા નભનો તારો ખમ્મા
નજર તો ઉતારો ખમ્મા હો …
નજર તો ઉતારો ખમ્મા હો …

અડકોદડકો રમતા રમતા
એકબીજાને ગમતા ગમતા
મનની પુનમનો મેળો થાય
ઇટ્ટા કિટ્ટા કરતા કરતા
નાની પગલીયો ભરતા ભરતા
હસતા રડતામાં દિવસો જાય
તોતડી ભાષા ,મધુરી આશા
જાણે ના જગના ખેલ-તમાશા
લાગણીયોમાં વાગે નાહી મેખ
ખોટું મીઠું સપનું ખમ્મા
આવ્યું છાનું છપનું ખમ્મા
રમકડું છે ખપનું ખમ્મા હો …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *