Saturday, 27 July, 2024

પંતગ મહોત્સવ 2024

218 Views
Share :
આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024

પંતગ મહોત્સવ 2024

218 Views

રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એમ કહી મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

આગામી તા.10મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ, જુના અડાજણ રોડ ખાતે સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે પંતગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરે પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.

ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી માટે સુરત દેશભરમાં જાણીતું છે. તેમાં પણ સુરતી  માંજાની વાતજ અલગ હોય છે. સુરતીઓ મોટી સંખ્યામાં ધાબાઓ ઉપર એકત્ર થઇ આકાશને રંગબેરંગી પતંગોથી જાણે સજાવી દે છે. સુરતમાં પતંગોત્સવમાં નરેન્દ્ર મોદી છવાયા છે

તા.10મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ, જુના અડાજણ રોડ ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે. પતંગબાજોને લઇને ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

આ મહોત્સવમાં દેશ-વિદેશના 50થી વધુ પતંગબાજોને અવનવા પતંગોના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, સીટી પ્રાંત સુરત નાયબ કલેક્ટર વિ.જે.ભંડારી, મનપા નાયબ કમિશ્નર ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારી તુલસી હાંસોટી, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *