Sunday, 8 September, 2024
  • ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો ?
    ઝંડુ ભટજી
  • ગામચોરે કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરનારને શું કહે છે?
    ચૂંદડિયા બ્રાહ્મણ
  • લાઠીના લોકચિત્રકાર છે.
    કુમાર મંગળસિંહ
  • ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યા આવેલું છે ?
    કડિયા ડુંગર
  • ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
    સજ્જનમંત્રી
  • ‘બાવન ધ્વજ મંદિર’ ક્યા આવેલું છે ?
    સરોત્રા
  • ક્ષત્રપકાલીન ઈંટો ક્યા કિલ્લાના પાયામાંથી મળી હતી ?
    વડનગર
  • ચોઘડિયા શું છે ?
    નગારાનો પ્રકાર
  • વેદકાળમાં શિકાર છોડી ઘેટા – બકરાં ઉછેરનાર વર્ગ ક્યા નામે ઓળખાતો ?
    ગાડરી
  • સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પીકોણ છે ?
    રામ વિ. સુતાર
  • પરંપરાગત વ્યવસાય મુજબ ‘ગારુડી’ એટલે શું ?
    મદારી
  • વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ?
    ચોરવાડ
  • ત્રિભવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે ?
    વૈજ્ઞાનિક
  • પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ ક્યા કલાક્ષેત્રે છે ?
    રંગભૂમિ
  • ક્યું કચ્છમાં બ્લોક પ્રિન્ટનું કેન્દ્ર ગણાય છે ?
    અજરખપુર
  • ‘ઠાકર્યાચાળો’ શેનો પ્રકાર છે ?
    ડાંગી નૃત્ય
  • ક્યા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકમાં ‘ગોદડીનો ઝઘડો’ કરવામાં આવે છે ?
    દેવીપૂજક
  • ગુજરાતની લોકસંસ્કૃતિમાં…..……ને દરિયાઈ દેવી વહાણવટી દેવી તરીકે માનવામાં આવે છે.
    શિકોતરી માતા
  • “વિશ્વકોશ’ સંસ્થાનું કયું સંપર્કપત્ર દર મહિને નિયમિત પ્રગટ થાય છે ?
    વિશ્વવિહાર
  • વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં રાણકી વાવનો સમાવેશ ક્યા વર્ષે થયો હતો ?
    2014
  • …………એ સામાજીક પ્રશ્નોને વ્યંગાત્મક રીતે રજૂ કરે છે.
    ભવાઈ
  • કયા ક્ષેત્ર સાથે ‘મુક્તાબહેન ડગલી’ સંકળાયેલા છે ?
    સમાજ સેવા
  • મોંઘીબાની સમાધિ ક્યા આવેલી છે ?
    શિહોર (જિ.ભાવનગર)
  • સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ?
    સહજાનંદ સ્વામી
  • ત્રિનેત્રેશ્વરનું મંદિર ના રાજા કરણસિંહજી દ્વારા મંદિરની સ્થાપત્ય સુંદરતામાં ફેરફાર વિના તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
    લખતર
  • ભરતસોયથી ભરાતું અને ભરેલા ભરતકામને ……………… છે.
    ખચીતમ કહે
  • નિહારિકા ક્લબની સ્થાપના ક્યા મહાનુભાવે કરી હતી ?
    બચુભાઈ રાવત
  • ભવાઈનો આરંભ કયા વિશિષ્ટ લોકવાદ્યથી કરવામાં આવે છે ?
    ભૂંગળ
  • ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે?
    મોતીભાઈ અમીન
  • ‘બુધિયો દરવાજો’ ગુજરાતના ક્યા સ્થાપત્યનો એક ભાગ છે ?
    ચાંપાનેરનો કોટ
  • ક્યું સ્થાપત્ય ‘અમદવાદના રત્ન’ તરીકે પ્રખ્યાત છે ?
    રાણી સિપ્રીની મસ્જિદ
  • કચ્છ – સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે ?
    ઘંટીઘોડા
  • ‘લોકસાહિત્ય વિદ્યાલય’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
    જામનગર
  • સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ ક્યું હતું ?
    શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ
  • સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા ?
    ચાંપાનેર
  • હવેલી સંગીત ગુજરાતમાં ગવાતા ક્યા પ્રકારના ગીતો છે ?
    ધાર્મિક
  • ગોફગૂંથનરાસ કયા સમાજનું લોકનૃત્ય છે ?
    સૌરાષ્ટ્રના કોળી કણબી
  • પારસીઓના કાશી તરીકે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે ?
    ઉદવાડા
  • ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું પૂરું નામ જણાવો.
    ધના કેશવ કાકડિયા
  • સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?
    ભગવાન પરશુરામે
  • તેરા દરબારગઢ ભીંતચિત્ર ક્યા જિલ્લામાં જોવા મળે છે ?
    કચ્છ
  • ‘આગગાડી’ કૃતિ કોણે લખેલી છે ?
    ચંદ્રવદન મહેતા
  • જ્ઞાનવાળી વાવ ક્યા આવેલી છે ?
    સિદ્ધપુર
  • ચોરવાડ પંથકની કોળણ બહેનો નૃત્યકારોનું નૃત્ય જણાવો.
    ટિપ્પણી નૃત્ય
  • શબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યા જોવા મળે ?
    શામળાજી
  • ભૂંગળ વાઘ સાથે ભજવાતું સંગીતપ્રધાન નાટકને શું કહેવાય ?
    ભવાઈ
  • ખૂંપાવાળી પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?
    બરડા
  • અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ?
    શાસ્ત્રીય સંગીત
  • મધુસૂદન ઢાંકી એટલે ?
    સ્થાપત્ય
  • ‘અબજોના બંધન’ના રચયિતા કોણ છે ?
    નૃસિંહ વિભાકર
  • સૌરાષ્ટ્રની કણબી/કોળી બહેનો/નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવેલું છે ?
    સોળંગા રાસ
  • આર્યસુબોધક નાટક મંડળી ક્યા આવેલ છે ?
    મોરબી
  • ગુજરાતની 700 વર્ષ જુની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા એટલે?
    ભવાઈ
  • પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાના જાણીતા વ્યક્તિનું નામ જણાવો.
    અંબુભાઈ પટેલ
  • સૌરાષ્ટ્રના નૃત્યકારોનું નૃત્ય ક્યા નામથી જાણીતું છે ?
    દાંડીયારાસ
  • ઉત્તર ગુજરાતના ઠાકોરો/નૃત્યકારોના નૃત્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
    ઠાગા નૃત્ય
  • ‘લલિતાદુઃખદર્શક’ના લેખક કોણ છે ?
    રણછોડભાઈ
  • ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ?
    ગોંડલ
  • તારંગા ક્યા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે ?
    જૈન
  • દેશી નાટક સમાજ સંસ્થા ક્યા આવેલ છે ?
    અમદાવાદ
  • કલકી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
    પાટણની રાણીની વાવ
  • ગુજરાતની કઈ કળા વિશ્વની અદશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે ?
    સંખેડા લાખ વર્ક
  • ભમ્મરિયો કૂવાની રચના ક્યા થયેલી છે ?
    મહેમદાવાદ
  • હોમાઈ વ્યારાવાળાને પ્રથમ શું બનવાનું બહેમાન મળેલું છે ?
    મહિલા છબીકલા
  • આંટિયાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ?
    ઓખા પ્રદેશ
  • લક્ષ્મી વિજય નાટક મંડળી ક્યા આવેલી છે ?
    સુરત
  • યશોધર મહેતાનું યોગદાન ક્ષેત્ર જણાવો.
    સાહિત્ય
  • ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?
    મોરબી મચ્છુકાંઠા
  • ઉસ્તાદ ફૈયાઝ હુસેનખા ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
    સંગીત
  • ક્યા મંદિરોને ‘સંગેમરમરમાં કંડારેલ કાવ્ય’ની ઉપમાં આપવામાં આવી છે?
    દેલવાડાના જૈન મંદિરોને
  • ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગુજરાતમાંથી ઉદ્ભવેલા ઘણા રાગોથી ગુજરાતે યોગદાન આપેલ છે, તે રાગ જણાવો.
    બિલાવલ, સોરઠી, ખંભાયતી
  • પોરબંદર ખાતે ક્યા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?
    હરિદ્ધિ માતા
  • ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
    મોઢેરા
  • કનુ દેસાઈ એટલે ?
    ચિત્રકલા
  • કેરળથી આવીને ગુજરાતમાં જ સ્થિર થયેલા નૃત્યગુરુઓ ભાસ્કર અને રાધા મેનન દ્વારા સ્થાપિત નૃત્ય સંસ્થાનું નામ શું છે?
    મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ
  • બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા ક્યા જિલ્લામાં આવેલ છે ?
    રાજકોટ
  • બ્રહ્મા – નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    સુરત
  • ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ?
    1951
  • પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ?
    ભીમદેવની રાણી ઉદયમતીએ
  • સ્થાપત્ય કલાનો મુલ્યવાન વારસો ધરાવતી દાદા હિરની વાવ ક્યા આવેલી છે?
    અમદાવાદ
  • કઈ જયંતી દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ?
    અડખે પડખે
  • ક્યા રાજવીના શાસનકાળ દરમિયાન 1914માં વડોદરા ખાતે સૌપ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી ?
    મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • અમદાવાદ શહેરના વતની અને ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા ?
    પ્રિત્ઝકર એવોર્ડ
  • ગુજરાતમાં ઘંટાકર્ણના મંદિર તરીકે ઓળખાય છે.
    મહુડી
  • બોતેર કોઠાની વાવ કચ્છ જિલ્લામાં ક્યા આવેલી છે ?
    ભદ્રેશ્વર
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ‘કીર્તિમંદિર’ કોણે બંધાવ્યું હતું ?
    નાનજીભાઈ કાલીદાસ મહેતા
  • ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?
    આઈ.પી.દેસાઈ
  • મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યા સ્થળે સૂર્યમંદિર આવેલું છે ?
    કોટાય
  • એન્ટન ચેખોવની મૂળ વર્તા ‘The bet’નો ડૉ.૨મેશ ઓઝાએ ક્યા નામે અનુવાદ કર્યો છે ?
    શરત
  • ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વના ત્રણ પ્રકારો આપ્યા છે. સાત્વિક, રાજસ અને…
    તામસ
  • ક્યા મંદિરને 6 (છ) માળવાળું શિખર છે ?
    દ્વારકાધીશનું મંદિર
  • ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ?
    વલ્લભ મેવાડા
  • 12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા ?
    વિપુલ કલ્યાણી
  • દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ?
    ભાડભૂત (ભરૂચ)
  • ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું વતન જણાવો.
    ધોળા જંક્શન
  • ઉત્તરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ?
    મોઢેરા
  • ઘેરીયા ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
    સુરત (દુબળા)
  • ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું ?
    2004
  • નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે ?
    વાવના પ્રકાર