Thursday, 21 November, 2024
  • ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?
    લોર્ડ મેકોલે
  • ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે?
    ઉલટ તપાસ સમયે
  • ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ છે ?
    186
  • ઈન્ડીયન પીનલ કોડમાં આત્મહત્યાના દુખૈરણ માટે વધારેમાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ?
    10 વર્ષ
  • ઈન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઈ કલમ પોલીસ અધિકાર બહારની છે ?
    323
  • ગેરકાયદેસર મંડળી માટે ઈન્ડીયન પીનલ કોડની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ ?
    5
  • સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઈન્ડીયન પીનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે ?
    498 ક
  • કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ?
    12 નોટીકલ માઈલ
  • જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ?
    507
  • ઈન્ડીયન પીનલ કોડ નીચેનામાં ક્યા રાજ્યને લાગુ પડતું નથી?
    જમ્મુ અને કાશ્મીર
  • ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે?
    201
  • ચલણી નોટોના ગુનાઓ ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ બને છે.
    489 (ક)
  • ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?
    ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
  • જયારે કોઈ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે ઈન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે.
    ગુનો બનતો નથી
  • ઈન્ડીયન પીનલ કોડ પ્રમાણે કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે?
    એક સરખો ઈરાદો
  • કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય?
    20 દિવસ
  • ઈન્ડીયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યકિતને અધિકાર છે?
    મિલ્કત અને શરીર
  • બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઈ શકે?
    ભોગ બનનાર મહિલાની સહમતીથી
  • ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં કરવામાં આવેલ છે?
    506
  • ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે?
    7 વર્ષ
  • પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ થાય છે?
    24
  • એકસીક્યુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરે શકે?
    રાજય સરકાર
  • સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે?
    હાઈકોર્ટ
  • ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?
    સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
  • જે હકીકત ‘સાબિત થયેલી’ના હોય અને ‘નાસાબિત થયેલી’ પણ ના હોય તેને શું કહેવાય ?
    સાબિત ન થયેલી
  • સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે ?
    સર તપાસ, ઉલટ તપાસ, ફેરતપાસ
  • સ્વબચાનો હક્ક (રાઈટ ટુ પ્રાઈવેટ ડીફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ?
    IPC - 96
  • ભારતીય ફોજદારી ધારો એટલે
    ઈન્ડિયન પીનલ કોડ
  • IPC 498ક મુજબ ત્રાસ એટલે
    પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
  • ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે
    5
  • ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?
    વિનામૂલ્યે
  • ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
    બે
  • સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?
    સી.આર.પી.સી.કલમ - 161
  • ગુજરાત પોલીસના મુદ્રાલેખ સંબંધમાં સાચુ વિધાન ક્યું છે ?
    સેવા, સુશક્ષા, શાંતિ
  • પોલીસ તપાસ અંગેનો આખરી તબક્કો ચાર્જશીટ સામાન્યતઃ કેટલા દિવસમાં કરવો જોઈએ ?
    60
  • ક્યા ઈસમો વિરુદ્ધ ‘એ’ રોલ ભરવામાં આવે છે ?
    હિસ્ટ્રીશીટર
  • ‘અ’ વર્ગના ગામડાની વિઝીટ, બીટ હેડ કોન્સ્ટેબલ એક માસમાં કેટલી વખત કરવાની હોય છે ?
    એક વખત
  • ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમ મુજબ પ્રથમ બાતમી અહેવાલ ફક્ત કોગ્નીઝેબલ ગુનાના સંદર્ભમાં નોંધી શકાય છે?
    કલમ - 154
  • પોલીસ કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના કારણની મેજિસ્ટ્રેટ મારફત તપાસ કરવાની જોગવાઈ ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમમાં કરવામાં આવી છે ?
    કલમ - 176
  • ક્રિમિનલ પ્રોસીજર કોડ-1973ની જોગવાઈઓ અનુસાર ઝડતીનું વોરંટ કોણ કાઢી શકે ?
    કોઈપણ ન્યાયાલય
  • એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે ?
    રાજ્ય સરકાર
  • સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે ક્યા રજૂ કરવામાં આવે છે ?
    વડી અદાલત સમક્ષ
  • ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?
    1 થી 511
  • ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય ?
    પ્રથમ માહિતી રિપોર્ટ
  • ભારતીય ફોજદારી ધારા-1860નો અમલ કઈ તારીખથી થયો હતો ?
    1 જાન્યુઆરી, 1862
  • કલમ 147 (ભારતીય ફોજદારી ધારા)માં ક્યા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે ?
    હુલ્લડ માટેની
  • ભારતીય ફોજદારી ધારામાં ‘સાપરાધ મનુષ્યવધ જે ખૂન ગણાય’ તે માટેના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં જણાવેલ છે ?
    કલમ - 302
  • પાંચ અથવા તેથી વધુ વ્યક્તિઓની મંડળી દ્વારા તે મંડળીના સામાન્ય ઉદ્દેશ્યને પાર પાડવા માટે કરવામાં આવેલી હિંસા ક્યો ગુનો બને છે ?
    હુલ્લડ
  • નિષ્ણાતનો પુરાવો ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત…..
    નિર્ણાયક સાબિતી ગણાય નહી
  • ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે મૂંગો સાક્ષી….
    સક્ષમ સાક્ષી છે
  • પુરાવાના અધિનિયમ અન્વયે જ્યાં કોઈ દસ્તાવેજ કેટલીક મૂળ પ્રતિઓમાંથી બનાવેલ હોય. ત્યાં નીચે પૈકી ક્યા પ્રાથમિક પુરાવો હશે ?
    બધી જ મૂળ પ્રતિ
  • ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ ન્યાયાલયના નિરીક્ષણ માટે રજૂ કરેલ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ ક્યા પ્રકારનો પુરાવો ગણાય ?
    દસ્તાવેજી પુરાવો છે
  • ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ ?
    પ્રત્યક્ષ
  • ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?
    302
  • ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ સમલૈંગિકતા ઉપર પ્રતિબંધ છે?
    377
  • કોગ્નીઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી
    વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.
  • પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાખે છે પણ ખિસ્સુ ખાલી હોય છે.
    X ચોરીના પ્રયાસ માટે દોષી છે.
  • મહિલાની મરજીથી, પુરુષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ, બળાત્કારનો કેસ ગણવામાં આવશે જો મહિલાની ઉંમર મેગી હોય 18 વ .થી ઓછી હોય.
    18 વર્ષ
  • B ના ઘરમાં A બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે.તે…….. ગુનો કરે છે.
    ઘરફોડી
  • ભારતીય દંડ સંહિતા કલમ 141 ની જોગવાઈ મુજબ, ગેરકાયદેસર મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે?
    5 વ્યક્તિઓ
  • ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 420 માં ક્યા ગુનાની સજાની જોગવાઈ છે ?
    છેતરપિંડી
  • ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 18 મુજબ ‘ભારત’ એટલેઃ
    જમ્મુ અને કશ્મીર રાજ્ય સિવાયનું ભારતનું ક્ષેત્ર
  • જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે સમય માટે નીમી શકે છે.
    6 મહિના
  • નાગરિકોના મૂળભૂત હક્કના અમલ માટે કોર્ટ, નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે ?
    રિટ
  • ‘અ’, ‘બ’ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે ?
    બગાડ
  • સંસદમાં શૂન્યકાળ એટલે શું ?
    અતિમહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે આપવામાં આવતો સમય
  • ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કોને લાગૂ પડે છે ?
    ન્યાયિક કોર્ટ સમક્ષ કાર્યવાહીને
  • ગ્રામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ?
    પોલીસ અધિક્ષક
  • ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973 ની ધારા 144 આધીન પસાર કરવામાં આવેલ હુકમ
    વહીવટી પ્રકારનો છે.
  • સામાન્ય રીતે કોઈ ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને રીમાન્ડ પર પોલીસ હિરાસતમાં અધિકતમ… દિવસ રાખી શકાય છે ?
    15
  • ભારતીય દંડ સહિતાના ક્યા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે ?
    16
  • ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવુ છે જેમાં એક માત્ર કલમ છે. તે કલમ કઈ છે ?
    498 (A)
  • ભારતીય દંડ સંહિતાના ક્યા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ?
    2
  • ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ
    ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.
  • જો કોઈ બાળક ગુનો કરે, તો ભારતીય દંડ સંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ?
    7 વર્ષ
  • પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે ?
    સી.આર.પી.સી. કલમ - 125
  • ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ ડાઈંગ ડીક્લેરેશન બાબતે છે ?
    32
  • કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો ?
    1 સપ્ટેમ્બર 1872
  • ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે?
    484
  • ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની પ્રકરણ કલમ કઈ છે ?
    37
  • પોલીસની તપાસ પશ્ચાત ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત કોર્ટમાં મોકલવામાં આવે છે ?
    173
  • ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરન્ટ વગર ધરપકડ કરી શકે છે ?
    41
  • ઈન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?
    511
  • ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ?
    કલમ 131 થી 140
  • બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
    304 A
  • ઈન્ડીયન પીનલ કોડની કલમ 306માં ક્યા ગુનાની સજા દર્શાવેલ છે ?
    આપઘાતનું દુપ્રેરણ
  • સી.આર.પી.સી.ની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ – શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે ?
    એક વર્ષ
  • ઈન્ડીયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?
    7 વર્ષ
  • ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ?
    141
  • ઈન્ડીયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
    40
  • ઈન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
    300
  • ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે?
    509
  • ઈન્ડીયન પીનલ કોડના પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુન્હાઓનો સમાવેશ ક૨વામાં આવેલ છે ?
    17
  • ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?
    ૩ વર્ષ
  • પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજ૨ કોડની કઈ કલમ મુજબ મળેલી છે ?
    41
  • કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?
    24 કલાક
  • ક્રિમીનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે?
    14 દિવસ
  • સી.આર.પી.સી.ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?
    ત્રીસ દિવસ
  • ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?
    90
  • ક્રિમીનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ?
    43