Thursday, 1 October, 2026

કુંભ ઘડુલો ભરી લાવે – Kumbh Ghadulo Bhari Lave Lyrics in Gujarati

0 Views
Share :
કુંભ ઘડુલો ગણપતિ ભજન - ક�કુંભ ઘડુલો ગણપતિ ભજન - કળશ અને ગણેશ મૂર્તિ

કુંભ ઘડુલો ભરી લાવે – Kumbh Ghadulo Bhari Lave Lyrics in Gujarati

0 Views

કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
શંકર જલ થી નાહ્ય
હે મારો ભોળિયો જલ થી નાહ્ય…
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ

હે ઉમિયાજી ના વાલો અંગેથી ઉતર્યા
ગೌરી નંદ ગણેશ હો
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ

હે રીધ્ધી સીધ્ધી ના દાતા છો સ્વામી
પલમાં ભાંગો ભીડ હો
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ

હે મોદક લાડુ બાપા તમને ચઢતા
મુષક સવારી હોય હો
હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયો
ગણેશ વધાવા જઈએ 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *