લાગણી Lyrics in Gujarati
By-Gujju06-11-2023
લાગણી Lyrics in Gujarati
By Gujju06-11-2023
લીલી વનરાયુંમાં બોલે મીઠા મોર જો
ટહુકાર હૈયું મારુ કરે કલશોર જો
પ્રીત્યુંના રંગમાં હું રે રંગાઈ ગઈ
પ્રીત્યુંના રંગમાં હું રે રંગાઈ ગઈ
હો તારી લાગણીથી વાલમ
હું તો બંધાઈ ગઈ
હો તારી લાગણીથી વાલમ
હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ
ઝરમર ઝરમર મેહુલો વરસે
આંખો મારી જોવા તને તરસે
કાળી વાદળીયોમાં વીજળી ઝબૂકે
ખબર નઈ કેમ હૈયું મારુ ધડકે
પ્રીત્યુંના રંગમાં હું રે રંગાઈ ગઈ
પ્રીત્યુંના રંગમાં હું રે રંગાઈ ગઈ
તારી લાગણીથી વાલમ
હું તો બંધાઈ ગઈ
તારી લાગણીથી વાલમ
હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ
પ્રાર્થનામાં મારી માંગુ હું તુજને
જનમો જનમ મળે તું મુજને
તારા સિવાય મને કોઈ ના ગમે
કેટલા ગમો છો શું કહીયે અમે
પ્રીત્યુંના રંગમાં હું રે રંગાઈ ગઈ
પ્રીત્યુંના રંગમાં હું રે રંગાઈ ગઈ
www.gujjuplanet.com
તારી લાગણીથી વાલમ
હું તો બંધાઈ ગઈ
હો તારી લાગણીથી વાલમ
હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ
હો હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ




















































