Saturday, 21 December, 2024

લગ્નમાં કરવામાં આવતી દરેક વિધિનુ મહત્વ

606 Views
Share :
લગ્નમાં કરવામાં આવતી દરેક વિધિનુ મહત્વ

લગ્નમાં કરવામાં આવતી દરેક વિધિનુ મહત્વ

606 Views

ગણેશ સ્થાપના .. !ગણપતિ એટલે ગણોના પતી , ગણોના ધણી , ગણેશ ભૂતપ્રેતના સેનાનાયક છે, બુદ્ધિના દેવતા છે. ગણેશજી જ્ઞાનીજનોમાં ઉત્તમ જ્ઞાની છે અને ચોસઠ કળામાં નિપુણ અને વિબહર્તા છે એટલે જ આપડે લગ્નમાં સૌથી પેહલા ગણેશજીની સ્થાપના કરીએ છીએ, આપડા બધા વિ દૂર કરે અને ગણપતિ માફક ભારે પગ રાખીને આ અઘરું કામ પાર પાડવાની શકિત આપે.
માણેકસ્તંભ.! લગ્નની રસમમાં સૌથી પેહલા આપડે માણેકસ્તંભ રોપિયે છીએ પણ એનું મહત્વ શું છે.? એ બોવ ઓછા લોકોને ખબર હશે .! માણેક સ્તંભ એ ભગવાન બ્રમહાજનું પ્રતિક છે, માણેક સ્તંભ ની ઉપરની બાજુએ ચાર ખીલીઓ ના ટુકડાઓ હોઈ છે જે ભગવાન બ્રહજીનું મસ્તક છે અને બ્રહ્માજીની વિનવી છીએ કે દક્ષિણ દિશાએ તમને પેહલા બેસાડીને અમારા ઘરની બધી મુસીબતોને દૂર કરજો .! એટલે આપડે માણેક સ્તંભ સૌથી પેહલા રોપીએ છીએ .. !

ચાક વધાવવાનું મહત્વ .. !ઘરમા જયારે લગ્ન હોઈ ત્યારે વર વિવાહના દિવસે સવારે માણેક તંભ રોપ્યા પછી બધી સ્ત્રીઓ કુંભારના ઘરે ચાક વધાવવા જાય છે. પણ શું કામ ? એનું શું મહત્વ છે .? એટલા માટે કેવર નવરાવવા માટે જે આપડે જે માટીના ઘડા લઈએ તે બનાવનાર કુંભારનો આભાર માનવાની આ એક રીત છે અને તેના ચાકડાને કંકુ ચોખા થી વધાવવામાં આવે છે. પણ હવે આ પરંપરા ફક્ત એક રિવાજ બનીને રહી ગઈ છે. મીંઢોળ … ! સંસ્કૃત મદન ફળ તરીકે જાણીતું મીઢો લગ્ન સમયે વર કન્યાને હાથે માણેક સ્તંભ પર બાંધવામાં આવે છે.. ! મીઢોળ હાથની મુખ્ય નાડી પર બાંધવાથી રોમ છિદ્રો દ્વારા જેરી પદાર્થને દૂર કરે છે અને હસ્ત મેળાપ વખતે વર કન્યાના શરીરમાં ઉતેજના કે કામવૃતી ઉત્પન્ન ના થાય તે માટે લગ્ન સમયે બાંધવામા આવે છે . !!

લીલા તોરણ બાંધવાનું મહત્વ .. !! માણેક સ્થંભ રોપ્યા પછી ઘરના દરવાજે આશોપાલવ અથવા આંબાનાં લીલા પાનનું તોરણ બાંધવામાં આવે છે . તોરણ એટલે મુખ્ય દરવાજાની હદ એવો અર્થ થાય છે આસોપાલવનું તોરણ લગાવવાથી દરેક કાર્ય કોઈપણ વિ M વિના સારી રીતે પાર પડી જાય છે વર અથવા કન્યા તોરણે આવી પહોંચે એટલે ત્યાં તેમનો આદરસત્કાર કરવામાં આવે છે. આમ લગ્નવિધિમાં તોરણ એટલે વર અથવા કન્યાનો આદરસત્કાર કરવાનું સ્થળ એમ કહી શકાય. !!

પીઠી દૂર્વા ઘાસ ને દર્દીની રસમમાં નિભાવીને વર વધુને એની આવનારી જીંદગીમાં પ્રેમ રહે લડાઈ જગડો ના રહે એવા આશીર્વાદ આપવામાં આવે છે. જૂના દિવસોમાં જ્યારે કોગ્નેટિક વસ્તુ અને બ્યુટી પાર્લર ન હતા ત્યારે હલ્દી થી ત્વચાને સુંદર રાખતા, પીઠી ની રસમ પછી કેહવાય છે કે એના કપડાં ફક્યાંય પણ આમ તેમ ન નાખવા જોઈએ કારણ કે એનાથી નજર લાગવાની સંભાવના વધી જાય છે.!! બસ આજ છે પીઠીનું સાચું મહત્વ.. !!

મહેંદી .. ! સ્ત્રીના જીવનના ઘણા રંગોમાં માનો આ એક રંગ સૌથી ખાસ હોઈ છે, કેહવાય છે કે લગ્નમાં એક્સપર્ટ મેહદી મૂકવા આવે છે પણ જો કોઈ ખુશાલ પરિણીત સ્ત્રી દુલ્હનના હાથમાં મહેંદી લગાવે તો એ સૌથી શુભ માનવામાં આવે છે, મેહંદી નો રંગ ઘેરો હોઈ એમ પ્રેમ પણ વધારે હોઈ છે એવું માનવામાં આવે છે અને કેહવાય છે કે મહેંદીની ઠંડક થી લગ્ન નો તણાવ પણ ઓછો થઈ જાય છે અને સ્ત્રીઓની સુંદરતા માં ચાર ચાંદ લગાવી દે છે હા સ્ત્રીઓના જીવનમાં મેહંદી એમની સુંદરતા નો એક અહમ હિસ્સો હોઈ છે.. !

દુલહન . !! પપ્પાની લાડકીમાંથી કોઈની પત્ની બનવા જઈ રહી છું, સજી સોળ શણગાર સૌથી ખૂબસૂરત નારી બનવા જઈ રહી છું. જોયું હતું જે સપનુંનાનેથી મે આજે એ પૂરું થવા જઈ રહ્યું છે, મમ્મીનો પ્રેમ, બહેનની વાતો, ભાઈનો જગડો અને સખીઓનો સાથ છોડવાનું દુઃખ તો છે પણ મંડપમાં બેસીને એમનો હાથ પકડીને ચાર ફેરા ફરવાની ખુશી પણ છે હા હું આજે દુલ્હન બનવા જઈ રહી છું. સાત સાડીઓ .. ! ૧. જોણા ની ચુંદડી . ! ૨. દસ્વાલું એટલે રિસેપ્શન માં પેહરવાની સાડી .. ! ૩. ફાગણીયુંઃ જે હોળીમાં પેહરાતું પીળા રંગનું ૪. દિવાળી નીમતે અપાય .. !! ૫. સાકર કંકુની શુકનની સાડી.. ! ૬. વડ સાવિત્રી સાડી જે લગ્ન બાદના તહેવારો પહેરવામાં આવે છે. ! ૭. ઘાઘરી થાપડી : આ સાડી લગ્ન પેહલા આપવામાં આવે છે. છાબ નું મહત્વ છાબ એ એક ઉપહાર છે જે વરપક્ષ તરફથી મળે છે. જેને જોયું કેહવામા આવે છે, જેમાં સ્ત્રીઓનાં જીવનમાં આવતા સાત મુખ્ય સારા પ્રસંગ માટે સાત સાડીઓ આપવામાં આવે છે એને છાબ કેહવાય છે.. ચાર પોખણા. વરરાજા જયારે જાન લઈને માંડવે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે. પોંખનામા ચાર લાકડાની દાંડીઓ હોઈ છે જેને ધોસ, સાંબેલું, રવાઈ અને ગ્રામ્ કેહવાય છે. આવો એના મહત્વ પર એક નજર કરીએ .. !

ધોસરું : કન્યાની માતા વરરાજા ને ધોસરાથી પોંખે છે અને કહે છે ” તમે મારી દીકરીને પરણવા આવ્યા છો આ ધોસ જોઈ લ્યો હવે સંસાર રૂપી આ ગાડાને તમારે ચલાવવાનું છે. ! સાંબેલું સંસારમાંડો છો તો ખંડાવું પણ પડશે, સૂખ દુઃખના ભાગીદાર થવું પડશે … ! રવાઈ: તમે અને મારી દીકરી બંને સાથે મળીને મન મંથન કરજો, સારા વિચારો પ્રાપ્ત કરજો, અને સંતાનોને આપજો .. ! ત્રાગ: આ સંસારમાંડો છો તો દુઃખ પણ આવશે, એની પણ તૈયારી રાખજો .. ! સંપુટ . !! કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાં સંપુટ ને પણ તળે ભાંગીને વર માયરમાં પ્રવેશ કરે છે આના દ્વારા વર કેહવા માંગે છે કે તમારી ચેતવણી હુ સમજ્યો છું પણ મારા એકલાની આશા અરમાનો પર હુનહિ ચાલુ અહીંયા તેનો હુ ભાંગીને ભુક્કો કરું છું, હવેથી અમારા બન્નેની આશા ઈચ્છા અને અરમાનો ઍક જ હશે તેજ પ્રમાણે અમે બંને પતી પત્ની અમારી જીવનયાત્રા કરીશું .. !!

વરમાળા .. !! કરે ફુલના હાથી વર કન્યા અરસ પરસનું સ્વાગત છે પણ સુતરની એક આંટી બંનેના ગળામાં હોઈ છે આમ એક જ હાર થી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ એટલે વરમાળા.

હસ્તમેળાપ .. ! હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે પોતાની પુત્રીનો હાથ માં બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ના રહીને મન મેળાપ થય જાય છે આં વિધિથી વર વધુના શરીરમાં એક અનોખી ખુશી ઉત્પન્ન થાય છે.. !

કન્યાદાન . !! કન્યા કોઈ વસ્તુ નથી કે જેનું દાન કરાય એ તો માતાપિતા નું એક અંગ છે કન્યાદાન કરવુ એ દુનિયાનું સૌથી મોટું પુણ્ય અને સોના ચાંદી કરતા પણ મોંઘુ દાન છે જેમાં વરરાજાના હાથમાં બાપ પોતાની દિકરીનો હાથ મૂકે છે અને કહે કે આં કન્યાદાન નો સ્વીકાર કરો અને વરરાજાને ત્રણ વાર બોલવામાં આવે છે આ શબ્દ કે હા સ્વીકાર કર્યો કારણ કે બાપને વિશ્વાસ બેસી જાય કે મારી દીકરીને પણ જમાઈ મારા જેટલી જ સાચવશે … ! હા કન્યાદાન એ સૌથી મોટું દાન છે .

છેડા છેડી .. સોપારી, ચોખા અને ચાંદીના સિક્કાના છેડાને કન્યાના પાનેતર ઉપર મુકેલા ખેસ સાથે ભાઈ ભાભીના જીવન માં હંમેશા સ્મિત, ખુશીઓ અને પ્રેમ સંબંધની મજબૂત ગાંઠ બહેન બાંધે એ છેડાછેડી

જઉ તલ હોમવાનું મહત્વ . ! એક પિતા પછી દિકરીની બધી ઉમ્મીદ એના ભાઈ સાથે જ હોઈ છે એટલે જ ભાઈ હર મંગળમાં બહેન ને વચન આપે છે કે તારા ઘરમાં કોઈ પણ જરૂર પડે તો હું તારી સાથે છું આમ જઉં તલ એ એક અનાજનું પ્રતિક છે જે ભાઈ બહેનને પૂરું પાડે છે. !!

ચાર મંગળ ફેરા .. !! લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છે : ધર્મ , અર્થ કામ અને મોક્ષ એ ધર્મશાસ્ત્રોનું પણ ચિંતન છે . ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ ?

તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ ( ૧ ) જેમાં પત્ની ધર્મના માર્ગ ઉપર પતીની પાછળ ચાલે છે. ( ર ) પોતાનો સંસાર સુખ અને સંતોષથી ચાલે એટલું ધન કમાવું . ( 3 ) અને લગ્ન જીવન ના સંયમ પૂર્વકના હક્ક આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે. કારણકે , સ્ત્રી એ શરમનું પ્રતિક છે. અને વંશ – વૃદ્ધિ માટે હમેશા સ્ત્રી પાછળ રહે છે

ચાર મંગળ ફેરાની એક વાત બોવ જ અજીબ અને મને બોવ જ ગમતી વાત કે પત્ની ધર્મમાં સાથ આપે છે અર્થમાં અને કામમાં .. !! પણ મોક્ષ માં પત્ની આગળ ચાલે છે .. !! આનાથી મોટું શું સમર્પણ હોઈ સ્ત્રીનું …. !!
-પહેલાં મંગળ ફેરામાં કંકુના દાન દેવાય છે . ( સોહાણ નું પ્રતિક ) -બીજા મંગળ ફેરામાં ચાંદીના દાન દેવાય છે . ( શુદ્ધતાનું પ્રતિક ) -ત્રીજા મંગળફેરામાં સોનાના દાન દેવાય છે . ( સમૃદ્ધિનું પ્રતિક ) -ચોથા ફેરામાં કન્યાનું દાન દેવાય છે . જે સર્વ દાનોમાં શ્રેષ્ઠ ગણાયું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *