Tuesday, 3 December, 2024

લોકરક્ષક (LRD)ની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, જાણો નવા નિયમો

1827 Views
Share :
LRD

લોકરક્ષક (LRD)ની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, જાણો નવા નિયમો

1827 Views

લોકરક્ષકની સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે આ મહત્વના સમાચાર છે. રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ. આ સાથે હવેથી 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે.

દોડના કોઈ માર્ક્સ નહીં મળે

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

LRD Recruitment Official announcement 2024

LRD official latter of recruietment

LRD ના નવા નિયમો જાહેર કરાયા

  • હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે.
  • દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે.
  • શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો.
  • શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.
  • હવે 200 ગુણનું ત્રણ કલાકનું એક પેપર લેવાશે.
  • આ પેપર ભાગ A  અને B  એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત રહેશે.
  • વિષયોમાં પણ થયો ફેરફાર

આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે  તૈયાર કરવામાં આવશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *