Tuesday, 16 July, 2024

મહાકાળી ચાલીસા

3830 Views
Share :
મહાકાળી ચાલીસા

મહાકાળી ચાલીસા

3830 Views

દોહા

આદ્યશક્તિ પરમેશ્વરી , જગની સર્જનહાર
વિશ્વ બધું વિલસી રહ્યું , મા તારો આધાર

જય મહાકાળી , પરમ કૃપાળી ,
જય જગદંબા , ક૨ ૨ખવાળી .

ત્રણે લોકમાં તું રમનારી ,
સચરાચરમાં તુંહિ વસનારી .

જય જય મહામાયા વિકરાલી ,
કાળ તણી મહાકાળ તું કાલી .

ત્રિગુણ રૂપ હું પા ૨ ન પામું ,
તવ શરણે ભવ પાર હું વામું .

રૂપ તમારું શ્યામલ સોહે ,
દર્શન કરતા સુરગણ મોહે .

દશ મુખ નયનો ત્રીસ મનભાવન ,
ભાલબાલશીશમુકુટ સુહાવન .

સકલ જીવના સંકટ હરતી ,
પાલન પોષણ સહુના કરતી .

રૂપનું વર્ણન કોણ કરે મા !
શ્યામ કેશ ઘનવટા સમા મા !

ખપ્પર ખડગ ત્રિશૂલ ધરતી ,
ગદા ચક્ર લઈ ચહુ દિશ ફરતી .

કોપી ધરી અરિ હાથ કટિ પર ,
ધૂમ મચાવે સમર ભૂમિ પર .

પ્રલયકાળમાં પ્રલય કરતી
રૂપ તમોગુણ ઘોર ધરંતી .

વિધા બુદ્ધિની તુંહિ દાતા
બાળક જાણી દયા કર માતા .

મહા પ્રલયની તું અધિષ્ઠાત્રી ,
આધા જનેતા સિદ્ધિદાત્રી .

મંગલમયી સહુ મંગલ કરજો
સ્વજન ગણી મા વિપદા હરજો .

બ્રહ્મા હરિ હર માની
નારદ આદિ સેવે શુક શાની

મણિદ્વીપમાં સ્થાન સુહાવે ,
ભક્તજનોને દુઃખથી બચાવે .

કનક સિંહાસન માત બિરાજે
હોય આરતી નોબત બાજે .

મહાકાળી તે રાવણ રોળ્યો ,
રઘુકુલ તારી અસુર કુલ બોળ્યો .

વિશ્વશાંતિ ને જનસુખ કાજે ,
વિવિધ રૂપ ધરી તુંજ બિરાજે .

કૃષ્ણ રૂપ લે તેહિ રમનારી ,
મધુર હાસ મુરલી કર ધારી .

પાવાગઢમાં તું મતવાલી ,
હણ્યો કંસ તે મા વૈતાલી .

શીશ મુકુટ સુહામણી રાજે ,
કરમાં કેયૂર કંકણ સાજે .

ઝગમગતા કુંડલ બેઉ કાને ,
વિમલ દીપકની માયા જાણે .

તુંહિ ભદ્રકાળી હૈ કલાસી ,
અરિ ૨ક્તની સદા પિયાસી .

ખચ ખચ ખચ કાપે શત્રુ ક૨ ,
ભર ભર ભર શોણિત ખપ્પર ભર .

દલ દલ દલ દાનવ ભક્ષણ કરે ,
ચલ ચલ ચલ અમ સંકટ તું હરે .

ભીષણ સમયમાં શૂર ઝૂઝનારી ,
ખડગ પ્રહારથી અરિ હણનારી .

તોમર સમર કરણ જે આવ્યું ,
લૈ ત્રિશૂલ યમલોક પોંચાડ્યું .

હણ્ય અસિથી દુશ્મન સઘળા ,
સહુથે ખલ દલ થેર્યા સબળા .

રક્તબીજના ખંડ જ કીધા ,
પૂર્ણશક્તિ રક્ત જ પીધા .

મહિષાસુર અતિશય બલધારી ,
રણમાં રોળ્યો તેં લલકારી .

ધૂમ્ર વિલોચન દારુણ દુઃખકારી ,
કર્યો ભસ્મ તેને સંહારી .

ચંડ મુંડના મસ્તક તોડયાં ,
જગમાં જય જય ઝંડા ખેડયા .

દૈત્ય થકી તેં જગત ઉગાર્યું ,
ત્રષિમુનિને રક્ષણ આપ્યું .

શરણાગત દુઃખ ભંજનહારી ,
ક્રર રક્ષા પ્રતિદિન અમારી .

હે વરદાન તું દેવા માતા !
શત્રુ હઠે મળે સુખ શાતા .

જો મા તુજ કૃપા નહિ થાયે ,
જનમ જનમનાં પાપ ન જાયે .

સકલ શક્તિ લૈ આવો મૈયા ,
ત્રિવિધ તાપ શમાવો મૈયા .

કાળી કૃપાળી હે મહાકાળી ,
મનવાંછિત ફળ કે તું દયાળી .

નમું નમું હો નમન ભવાની ,
દુઃખ ટાળી સુખ દે તું ભવાની .

કાળી ચાલીસા પ્રેમથી ,
પાઠ કરે અગિયાર સુખ

સંપત્તિ બહુ વધે સુખી થાય પરિવાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *