Majak Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Majak Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો પ્રેમને મારા તું સમજી શકી નઈ
હો …પ્રેમને મારા તું સમજી શકી નઈ
દિલના હાલ મારા જાણી શકી નઈ
હો પ્રેમની રમત તું એવી રે રમી ગઈ
ગરજ પતીને હવે બીજાની તું થઈ ગઈ
હો મતલબ વાળો તારો પ્યાર
સમજીના શક્યા ના અમે યાર
તું શું સમજે
તું શું સમજે મજાક મારા દિલને
તું શું સમજે મજાક મારા દિલને
કે હસતા મોઢે દિલ તોડી ગઈ
તું શું સમજે મજાક મારા દિલને
કે હસતા મોઢે દિલ તોડી ગઈ મારૂં
હસતા મોઢે દિલ તોડી ગઈ
મને તું રમકડાંની જેમ છે રમાડે
મન ફાવે એમ મને તું નચાવે
હો એવો તારા પ્રેમમાં હું ચડ્યો રે રવાડે
મન ફાવે તું એમ મને રે કરાવે
હો આજે તુટ્યો છે મારો ભરમ
તને છોડતા આવી ના શરમ
ના ધરાણી
ના ધરાણી ઉઠાવી મારા ફાયદા
ના ધરાણી ઉઠાવી મારા ફાયદા
ને હસતા મોઢે દિલ તોડી ગઈ
તું શું સમજે મજાક મારા દિલને
કે હસતા મોઢે દિલ તોડી ગઈ મારૂં
હસતા મોઢે દિલ તોડી ગઈ
હો તારા પ્રેમમાં હું બઉ કગરીને થાક્યો
તોય મારી જાન તે તો ક્યાંયનો ના રાખ્યો
હો હવે તારા પ્રેમમાં નથી કંઈ રાખ્યું
મેતો તારા નામનું હવે નઈ નાખ્યું
હો મેતો બઉ બરબાદી જોઈ
હવે ખુશ છુ તને ખોઈ
ના તું સમજી
ના તું સમજી મારી લાગણીને
ના તું સમજી મારી લાગણીને
કે હસતા મોઢે દિલ તોડી ગઈ
તું શું સમજે મજાક મારા દિલને
કે હસતા મોઢે દિલ તોડી ગઈ મારૂં
હસતા મોઢે દિલ તોડી ગઈ