મકરાસન
By-Gujju12-05-2023
374 Views
મકરાસન
By Gujju12-05-2023
374 Views
મકરાસન : મકર એટલે મગર. આ આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી બનતી હોવાથી તેને મકરાસન કહેવામાં આવે છે.
ઘેરંડ સંહિતામાં મકરાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
अथ मकरासनम् ।
अध्यास्यः शेते हृदयं निधाय मूमौ च पदौ च प्रसारर्यमाणौ ।
शिरश्व धृत्वा करदण्डयुग्मे देहाग्निकारं मकरासनं तत् ॥
મૂળ સ્થિતિ : એક સ્વચ્છ આસન પર ઊંધા સૂઈ જવું.
- સૌ પ્રથમ એક સ્વચ્છ આસન પર ઊંધા સૂઈ જવું.
- બન્ને પગ વચ્ચે થોડું અંતર રાખવું.
- પગની એડી અંદરની તરફ રહે તેમ રાખો.
- પગના પંજા બહારનઈ તરફ રાખો.
- બન્ને હાથ માથાની ઉપરથી આગળની બાજુએ લઈ જાઓ અને તેની કાતર જેવી આકૃતિ બનાવીને તેની માથુ મુકી દો.
- માથું જમીન તરફ રાખો અને આંખો બંધ રાખવી.
- આ સ્થિતિમાં માથું બન્ને હાથ વચ્ચે રહેશે.
- હાથની કોણી, પેટનો ભાગ, સાથળ અને પગના પંજાનો ભાગ જમીનને સ્પર્શેલો રહેશે.
- હવે, શરીરને ઢીલું છોડી દો.
- શ્વાસ એકદમ ધીમે ધીમે અને ઊંડા લો.
- થોડીવાર આ આસનમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં આવવું.
- શરીરને સ્થિર રાખવું.
- પગને ખુલ્લા રાખવા.
- નબળા વિચારોને ત્યાગી મન કેંદ્રિત કરવું.
- આ આસનથી શરીરની બધી જ કોશિકાઓ અને માંસપેશીઓને આરામ મળે છે.
- આ આસનથી શરીરને સંપૂર્ણ તણાવમુક્ત કરી શકાય છે.
- પાચનતંત્ર, ચેતાતંત્ર પર ખૂબ જ સારી અસર થાય છે.
- આ આસન મગજના કોષોને તણાવમુક્ત કરે છે.
- આ આસનથી મગજની ચેતાઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને માનસિક શાંતિ મળે છે.
- વાત, પિત્ત અને કફ જેવી તકલીફો દૂર થાય છે.
- આ આસનથી નાડીઓમાં પ્રાણસંચાર સરળતાથી થાય છે.
- આ આસનમાં સવાસનના લાભ પણ પ્રાપ્ત થાય છે.
- આ આસનની સ્થિતિમાં ફેફસા ફુલે છે જેનાથી તેની અંદર પ્રાણવાયુ વધારે માત્રામાં જાય છે તેમજ દૂષિત વાયુ બહાર નીકળી જાય છે.