Saturday, 27 July, 2024

મળ્યો જટાધારી જોગેશ્વર

241 Views
Share :
મળ્યો જટાધારી જોગેશ્વર

મળ્યો જટાધારી જોગેશ્વર

241 Views

મળ્યો જટાધારી જોગેશ્વર બાવો,
મળ્યો રે જટાધારી બાવો.

હાથમાં ઝારી, હું તો બાળકુંવારી વા’લા,
દેવળ પૂજવા ચાલી … મળ્યો રે જટાધારી.

સાડી ફાડી મેં કફની કીધી વા’લા,
અંગ પર ભભૂતિ લગાડી … મળ્યો રે જટાધારી.

આસન વાળી બાવો મઢીમાં બેઠો વા’લા,
ઘેર ઘેર અલખ લગાડી … મળ્યો રે જટાધારી.

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
પ્રેમની કટારી મુંને મારી … મળ્યો રે જટાધારી.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *