Sunday, 22 December, 2024

Mane Lai Halo Gujarat Lyrics in Gujarati

156 Views
Share :
Mane Lai Halo Gujarat Lyrics in Gujarati

Mane Lai Halo Gujarat Lyrics in Gujarati

156 Views

વણઝારા રે
મને લઇ હાલો ગુજરાત
છેલ વણઝારા રે વણઝારા રે
મને લઇ હાલો ગુજરાત
છેલ વણઝારા રે વણઝારા રે
મને લઇ હાલો ગુજરાત

ઓ મીઠડાં મુખથી સાંભળી વાત
ના નીંદર આવી આખી રાત
ઓ મીઠડાં મુખથી સાંભળી વાત
ના નીંદર આવી આખી રાત
જટ લઇજાઓને વાલીડા તમારી સંગાથ
જટ લઇજાઓને વાલીડા તમારી સંગાથ

છેલ વણઝારણ રે વણઝારણ રે
તને લઇ હાલુ ગુજરાત
છેલ વણઝારણ રે વણઝારણ રે
તને લઇ હાલુ ગુજરાત
હો વેણ તમારા ન પાછા રે થેલીએ
ના તમોને એકલા મેલીએ
હો વેણ તમારા ન પાછા રે થેલીએ
ના તમોને એકલા મેલીએ
પગ તણાવો પદમણી લઇ જાઉં સંગાથ
પગ તણાવો પદમણી લઇ જાઉં સંગાથ
છેલ વણઝારા રે વણઝારા રે
મને લઇ હાલો ગુજરાત

હો દાદાની રે ડેલીએ વાતો થાતી હતી સતની
વાતે વાતે રે વાત આવતી સોરઠની
હો સોરઠ ધરામાં ગઢ જૂનો ગિરનાર છે
જ્યાં જ્યાં જુવો ત્યાં દેવોના દ્વાર છે
હે જપતા જોગી જટાળા હરીને દિન રાત
જપતા જોગી જટાળા હરીને દિન રાત
છેલ વણઝારા રે વણઝારા રે
મને લઇ હાલો ગુજરાત
હા તને લઇ હાલુ ગુજરાત

હો કાકાના આંગણીયે અમે રમવાને જાતા
રોજે રોજ કાકા ગાતા સોમૈયાની ગાથા
હા લૂંટવા લૂંટારા જયારે આવ્યાતા દેવળને
વારે હાલ્યા રે વીરો મૂછે દઈ વળને
વીર હમીરજી ચઢયાતા સોમૈયાની સખાત
વીર હમીરજી ચઢયાતા સોમૈયાની સખાત
છેલ વણઝારા રે વણઝારા રે
મને લઇ હાલો ગુજરાત
હા મને લઇ હાલો ગુજરાત

હો મામાસા મોહાણે અમે મળવાને જયાતા
મામાના મુખે નામ સંતો ના લેવાતા
હો ભાવેનાનાં ગુણલા આખા જગમાં ગવાણા
રામ રામ રટતા બાપા બેઠ્યાં બગદાણા
એક પાથરણે સૌ જમતા ભૂલીને નાત જાત
એક પાથરણે સૌ જમતા ભૂલીને નાત જાત
છેલ વણઝારા રે વણઝારા રે
મને લઇ હાલો ગુજરાત
હા તને લઇ હાલુ ગુજરાત

હો વીરોજીને ભોજાઈ છાનું છાનું રે બોલતા
બોલે બોલે એ યાદ માંગડાને કરતા
હા ધરમ ધીગાણે પ્રાણ દીધા એને પલમાં
જાતા જાતા રે સ્વર્ગે સાંભળી રે પદમા
પ્રેત થઇ ને એ પરણ્યો પદમાની સંગાથ
પ્રેત થઇ ને એ પરણ્યો પદમાની સંગાથ
છેલ વણઝારા રે વણઝારા રે
મારા મનડાને ગમ્યું ગુજરાત
છેલ વણઝારા રે વણઝારા રે
મને વ્હાલું વ્હાલું લાગ્યું ગુજરાત
હા મારા મનડાને ગમ્યું ગુજરાત
હા મને વ્હાલું વ્હાલું લાગ્યું ગુજરાત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *