Tuesday, 19 November, 2024

મારા પ્રિય નેતા વિશે નિબંધ

201 Views
Share :
મારા પ્રિય નેતા વિશે નિબંધ

મારા પ્રિય નેતા વિશે નિબંધ

201 Views

મારા પ્રિય નેતા: નરેન્દ્ર મોદી વિશે ગુજરાતીમાં નિબંધ

KGF પિક્ચરના એક ડાયલોગથી લખવાની શરૂઆત કરીશ “Powerful People Make Places Powerful” હવે તમને એમ થાય કે પ્રિય નેતાની વાતમાં આ ડાયલોગ ક્યાંથી આવી ગયો, વાત કરીએ કે ભારત આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ભારતને પાવરફુલ બનાવા માટે આપણી લોકશાહી પદ્ધિતીએ ઘણા મહાનનેતાઓ આપ્યા છે જેમણે ભારતનાં વિકાસનાં હમેશા કાર્યો કર્યા છે અને પ્રજા આજે પણ એમને યાદ કરી રહી છે.

સંસ્કૃતમાં એક કહેવત છે “यथा राजा तथा प्रजा” અર્થાત જેવો રાજા એવી પ્રજા, જો રાજા પાવરફુલ હોય તો પ્રજા અને રાજય બન્ને એટલાજ પાવરફૂલ બની શકે છે.ભારત આઝાદ થયું ત્યારબાદ ઘણા રાજનેતાઓ આવીને ગયા છે પણ મેં જેને જોયા છે સાંભળ્યા છે એમના વિષે મને લખવાનું ગમશે. હા તમે સમજી જ ગયા હશો કે હું કોની વાત કરવા જઈ રહ્યો છું. હા એજ આપણા ગુજરાતનાં વીરપુત્ર ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના આપના લોકલાડીલા ચૌદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી….

હવે એમનું નામ જ કાફી છે એમનો પરિચય આપવો એટલે સુરજને દીવો બતાવા જેવું કામ છે. ફક્ત ભારતીયો જ નહી પણ આપના વડાપ્રધાન શ્રી આખા જગતમાં પ્રખ્યાત છે. હા એમનું નામ આખું વિશ્વ ગર્વથી લઈ રહ્યું છે છતાં ચાલો થોડો એમનો ટૂંકો પરિચય આપી દઉ.

પરિચય આપતા પહેલા એટલું જરૂર કહીશ કે “કામ એવું કરો કે નામ થઈ જાય કાતો નામ એવું કરો કે નામ દેતા જ કામ થઈ જાય” ચાલો તો જેમને વિશ્વભરમાં ભારતનું નામ ઊંચું કર્યું છે એવા મોદી સાહેબ વિષે થોડું જાણીએ, એમના વિષે લખીએ એટલુ ઓછું પડે એમ એટલે ટૂંકમાં પતાવા પ્રયત્ન કરીશ.

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)[૨] ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.[૩] તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે.

ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી.

ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે. એમના માટે આટલી જ માહિતી પુરતી નથી; એમના પર તો આખે આખા પુસ્તકો પણ લખાયા છે અને ફિલ્મો પણ બની ચુકી છે. એમનાં સ્ટેચ્યુ પણ વિદેશોમાં બનાવેલા છે.અને આ આપના માટે ગર્વ લેવા જેવી વાત છે.

મિત્રો, મોદી સાહબે શું કાર્યો કર્યા અને હજુ પણ ભારતનાં વિકાસ માટે શું શું કરશે? એ અકલ્પનીય છે એટલે એમનાં કરેલા કામ તો આપણે સૌ કોઈ જોઈ જ શકીએ છીએ એટલે હું લખીને સમય નહી બગાડું.અને એમના કાર્યોથી તો દેશ વિદેશના નેતાઓ પણ આકર્ષાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *