Sunday, 22 December, 2024

Mara Rudiya Na Ram Bapa Sadaram Lyrics in Gujarati

151 Views
Share :
Mara Rudiya Na Ram Bapa Sadaram Lyrics in Gujarati

Mara Rudiya Na Ram Bapa Sadaram Lyrics in Gujarati

151 Views

એ કોઈ બતાવો રામ અમારા
નથી ભુલાતા સંત અમારા
એ કોઈ બતાવો રામ અમારા
નથી ભુલાતા સંત અમારા
બાપા સદારામ જો
સંત સદારામ જો

એ યાદ કરીને રૂદિયું રોવે
આંખો મારી વાટડી જોવે
ક્યારે બાપા આવશે
ક્યારે દર્શન આલશે
આવોને અવતાર ધરી પાછા જગમાં
ખોટ પડી છે બાપા આખા રે સમાજમાં

એ કોઈ બતાવો રામ અમારા
નથી ભુલાતા સંત અમારા
બાપા સદારામ જો
સંત સદારામ જો
એ મારા બાપા સદારામ
જો સંત સદારામ જો

હે નિર્મળ મન ને સાદું રે જીવન
પડ્યા જ્યાં પગલાં એ ભુમી છે પાવન
હો હો નિર્મળ મન ને સાદું રે જીવન
પડ્યા જ્યાં પગલાં એ ભુમી છે પાવન
ભુમી છે પાવન

એ કોઈ કહેજ્યો સંદેશો મારો
આટલો રે સંદેશો મારો
એ કોઈ કહેજ્યો સંદેશો મારો
આટલો રે સંદેશો મારો
ક્યારે બાપા આવશે
ક્યારે દર્શન આલશે
બાપા સદારામ જો
સંત સદારામ જો

હો ટોટાણા ધામે એવા લાગે અણસારા
બાપુની વાણીના વાગે ભણકારા
હો હો ટોટાણા ધામે એવા લાગે અણસારા
બાપુની વાણીના વાગે ભણકારા
વાગે ભણકારા

એ સદગુરૂ સંત એ અમારા
ક્યાં જોતું જઈ ગુરૂમારા
એ સદગુરૂ સંત એ અમારા
ક્યાં જોતું જઈ ગુરૂમારા
ક્યારે બાપા આવશે
ક્યારે દર્શન આલસે
એ બાપા સદારામ જો
સંત સદારામ જો

હો ગામે ગામ મોટા સંત મેવાડવા થાય છે
ટોટાણા ગામે રૂડા વાયત લેવા છે
હો હો ગામે ગામ મોટા સંત મેવાડવા થાય છે
ટોટાણા ગામે રૂડા વાયત લેવાય છે
વાયત લેવાય છે

એ સંત શિરોમણી દાસ બાપુ
વાયત ઝીલે દાસ બાપુ
સંત શિરોમણી દાસ બાપુ
વાયત ઝીલે દાસ બાપુ
ભક્તો ભેગા થાયછે
ભાવે ભજન થાય છે
એ બાપા સદારામ જો
સંત સદારામ જો

એ ઉગાયો સમાજ જોને ખોટા રે રિવાજ થી
વ્યસન કાઢ્યું બાપે આખા રે સમાજથી
હો ઉગાયો સમાજ જોને ખોટા રે રિવાજ થી
વ્યસન કાઢ્યું બાપે ઠાકોર સમાજથી
ઠાકોર સમાજથી

એ ર્ડો કનુભાઈ કહે એરે  નામ તમારૂં રૂદિયે રહે
ર્ડો કનુભાઈ કહે નામ તમારૂં રૂદિયે રહે
એવા આશિષ આપજ્યો
ચરણે તમારા રાખજ્યો

એ કોઈ બતાવો રામ અમારા
નથી ભુલાતા સંત અમારા
બાપા સદારામ જો
સંત સદારામ જો
એ મારા બાપા સદારામ જો
સંત સદારામ જો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *