Sunday, 22 December, 2024

Mara Shrinathji No Bhare Che Latko Lyrics in Gujarati

239 Views
Share :
Mara Shrinathji No Bhare Che Latko Lyrics in Gujarati

Mara Shrinathji No Bhare Che Latko Lyrics in Gujarati

239 Views

મારા શ્રીનાથજીનો ભારે છે લટકો
એક હાથ ઉચો રાખતા જાય,
વૈષ્ણવને દુરથી બોલાવતા જાય
મારા શ્રીનાથજીનો ભારે છે લટકો …
 
વાકો મુગટ એના શિરપર સોહે,
ભાલે કુમ કુમ તિલક સોહે
મુખપર મોરલી રાખતા જાય,
મીઠા મીઠા સુર વાલો છેડતો જાય
મારા શ્રીનાથજીનો ભારે છે લટકો …
 
યમુનાને તીર વાલો ધેનુ ચરાવતો,
કામળિને લાકડિ સાથે જ રાખતો.
નાની સી ધોતિ પેરતા જાય,
અંગે ઉપરણૂ ઉડતુ જાય
મારા શ્રીનાથજીનો ભારે છે લટકો …
 
કેડે કંદોરો કટિ મેખલા સોહે
પાયે જાંજર જિણા જિણા જમકે
નાચતો જાય નચાવતો જાય,
વનમા ગાવલડી ચરાવતો જાય
મારા શ્રીનાથજીનો ભારે છે લટકો …
 
જળ ભરવા જાય ત્યારે પાછળ પાછળ આવતો,
નજર ચુકથી મારા બેડલા રે ફોડતો.
હરખાતો જાય મલકાતો જાય,
મારી નવરંગ ચુંદડી ભિંજાવતો જાય   
મારા શ્રીનાથજીનો ભારે છે લટકો …
 
સાંજ પડે પ્રભુ દોડ એવિ મુકતા,
માતા જસોદાનો ખોળો એ ખુંદ્તા
એ માતા વારણા લેતા જાય,
ચુંબન કરિને હરખાતા જાય,
મારા શ્રીનાથજીનો ભારે છે લટકો …

દાસ ગોવિંદના સ્વામી શામળિયા,
વૈષ્ણવ મંડળના સ્વામી શામળિયા
નિત્ય ગુણલા ગાતા જાય,
ચરણોમાં શીશ નમાવતા જાય,
મારા શ્રીનાથજીનો ભારે છે લટકો …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *