Friday, 26 July, 2024

મારે જાવું હરિ મળવાને

277 Views
Share :
મારે જાવું હરિ મળવાને

મારે જાવું હરિ મળવાને

277 Views

માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને,
હરિ મળવાને, પ્રભુ મળવાને … માછીડા હોડી હંકાર.

તારી હોડીને હીરલે જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ,
સોનૈયા આપું, રૂપૈયા આપું, આપું હૈયા કેરો હાર … મારે જાવું.

આણી તીર ગંગા ને પેલી તીર જમના, વચમાં વસે નંદલાલ,
કાલંદીને રે તીરે ધેનુ ચરાવે, વ્હાલો બની ગોવાળ … મારે જાવું.

વૃંદાવનની કુંજગલીનમાં, ગોપી સંગ રાસ રમનાર,
બાઈ મીરાં કહે ગિરિધર નાગર, કૃષ્ણ ઉતારો પેલે પાર … મારે જાવું.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *