Sunday, 22 December, 2024

મારે વર તો ગિરિધરને વરવું છે

324 Views
Share :
મારે વર તો ગિરિધરને વરવું છે

મારે વર તો ગિરિધરને વરવું છે

324 Views

મારે વર તો ગિરિધરને વરવું છે,
હાં રે બીજાને મારે શું કરવું છે? રે … મારે વર તો.

નંદના કુંવર સાથે નેડલો બંધાણો રે,
હાં રે મારે ધ્યાન ધણીનું ધરવું છે રે … મારે વર તો.

અવર પુરુષની મારે આશ ન કરવી રે,
હાં રે મારે છેડલો ઝાલીને ફરવું છે રે … મારે વર તો.

સંસારસાગર મોહજાળ ભરિયો રે,
હાં રે મારે તારે ભરોસેં તરવું છે રે … મારે વર તો.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર!
હાં રે મારે રાસમંડળમાં રમવું છે રે … મારે વર તો.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *