મુજ અબળાને મોટી મિરાત
By-Gujju13-05-2023
255 Views
મુજ અબળાને મોટી મિરાત
By Gujju13-05-2023
255 Views
મુજ અબળાને મોટી મિરાંત બાઈ; શામળો ઘરેણું મારે સાચું રે .. (ટેક)
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી; હાર હરિનો મારે હૈયે રે,
ચીનમાળા ચતુરભૂજ ચૂડલો; શીદ સોની ઘેર જઈએ રે … મુજ અબળાને
ઝાંઝરિયાં જગજીવન કેરાં; કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે.
વિંછુવા ઘૂઘરા રામ નારાયણના; અણવટ અંતરજામી રે … મુજ અબળાને
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી; ત્રિકમ નામનું તાળું રે
કૂંચી કરાવું કરુણાનંદ કેરી; તેમાં ઘરેણું મારું ઘાલું રે … મુજ અબળાને
સાસરવાસો સજીને બેઠી; હવે નથી કાંઈ કાચું રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાગર; હરિને ચરણે જાચું રે … મુજ અબળાને
– મીરાંબાઈ