Monday, 24 June, 2024

Mari Mata Thi Joyu Nahi Jaay Lyrics in Gujarati

84 Views
Share :
Mari Mata Thi Joyu Nahi Jaay Lyrics in Gujarati

Mari Mata Thi Joyu Nahi Jaay Lyrics in Gujarati

84 Views

હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે
અમારૂ ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નઈ જાય

લે તું બોધવા ફરે વેર છે માતા મારી ઘેર છે
ચેતીને ચાલજે ભઈ
નકે મારી માતાથી જોયું નઈ જાય

હે ધંધાને વેપારમાં રૂપિયાના વેવારમાં
ધંધાને વેપારમાં રૂપિયાના વેવારમાં

હે બોલીને ફરે છે આવું ચમ કરે છે
હચવાય તો હાચવી લેજે
નકે મારી માતાથી જોયું નઈ જાય

હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે
અમારૂ ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નઈ જાય
હે નકે મારી માતાથી જોયું નઈ જાય

હે મઢમો બેસીને માતા બધું ભાળે છે
એના દીકરા તો અખંડ દિવા બાળે છે
હે કોણ હારૂ કોણ ખોટું બધું જોણે છે
દુશમનના પગમો દોમણ વાળે છે

હે દોનત તારી નથી લગતી હારી
એક એક ડગલું ભરજે વિચારી

હે ભલે તું હગો છે પણ દિલમો દગો છે
દેવનો ડર રાખજે
નકે મારી સિંહણથી જોયું નઈ જાય

હે આંખોમાં ઝેર છે નજરમો ફેર છે
અમારૂ ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નઈ જાય
હે નકે મારી માતાથી જોયું નઈ જાય

હે રૂપિયાતો કાલ વપરઈ જાહે
અમને ખોયોનો તને પસ્તાવો થાહે
હે કીધા વગર માતાને ખબર પડી જાહે
એ દાડે તારી વેળા વિખાહે

હો રૂપિયા ભાળી ને ચમ સબંધ બગાડે
મારી માતા ને રિહ ભેર તું જગાડે

હે તું નથી મારો ભઈ રે નથી તું વેવેઈ રે
મારાથી રોકી નઈ રોકાઈ
હવે મારી માતાથી જોયું નઈ જાય
www.gujjuplanet.com

હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે
અમારૂ ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નઈ જાય

હે કળયુગ જમોનો વાત મારી મોનો
રાજલ ધવલ એવું કે છે
નકે મારી વાજેણથી જોયું નઈ જાય
હે આજ નકે મારી માતાથી જોયું નઈ જાય
હે જો જે મારી માતાથી જોયું નઈ જાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *