મારી શાળા નિબંધ
By-Gujju05-10-2023
મારી શાળા નિબંધ
By Gujju05-10-2023
‘શાળા અમારી વહાલી માવડી, તેનાં અમે બધાં બાલુડાં હોજી.’
મારી શાળાનું નામ ‘ગગાણા પ્રાથમિક શાળા’ છે. તે થરાદ વિસ્તારમાં આવેલી છે. તેમાં ધોરણ 1 થી 8 સુધીનાં બાળકો અભ્યાસ કરે છે.
મારી શાળાનું મકાન ત્રણ માળનું છે. દરેક માળ પર આઠ ઓરડા છે. બધા ઓરડા વિશાળ અને હવાઉજાસવાળા છે. તેમાં પંખા અને ટ્યૂબલાઇટ છે. શાળાના આગળના ભાગમાં એક નાનો સુંદર બગીચો છે. તેમાં લીમડો, આસોપાલવ, શિરીષ, ચંપો તથા કરેણ જેવાં નાનાંમોટાં વૃક્ષો છે. શાળાના પાછળના ભાગમાં રમતગમતનું મેદાન છે. ત્યાં અમે ખો-ખો, કબડ્ડી અને વૉલીબૉલ જેવી રમતો રમીએ છીએ. તેમાં હીંચકા, લપસણી જેવાં રમતગમતનાં સાધનો પણ છે. મારી શાળામાં એક મોટો પ્રાર્થનાખંડ છે. ત્યાં અમે પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. મારી શાળામાં એક પુસ્તકાલય અને એક પ્રયોગશાળા પણ છે.
અમારી શાળાના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ છે. તે વિદ્વાન છે. શાળાના બધા શિક્ષકો પ્રેમાળ છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે. અમારી શાળામાં પ્રવાસ, રમતોત્સવ, પ્રદર્શન, વાલીદિન અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. અમે આ વર્ષે સૈનિકફંડ માટે પચાસ હજાર રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો.
અમારી શાળાના બાળકો અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લે છે. જેવી કે રમતગમતની હોય, વિજ્ઞાન મેળા હોય, ગુણોત્તશ્વ હોય વગેરે.
મારી શાળા મને બહુ ગમે છે.