Wednesday, 2 April, 2025

Mari Sheri Ae Thi Lyrics in Gujarati

218 Views
Share :
Mari Sheri Ae Thi Lyrics in Gujarati

Mari Sheri Ae Thi Lyrics in Gujarati

218 Views

એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ

એ હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢાના અંબર વીસરી રે લોલ
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢાના અંબર વીસરી રે લોલ

હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ.
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ

એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ

એ રૂડી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુથારે ઘડી પેંજણી રે લોલ
રૂડી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુથારે ઘડી પેંજણી રે લોલ

એ મેં તો ઘોળો ને ઘમળો બેઉ જોડિયા રે લોલ
જઇને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇને અમરાપરમાંમાં છોડિયા રે લોલ

એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ.
મુખેથી મોરલી વગાડતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ

એ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું કે હરિ અહીં મળે રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું કે હરિ અહીં મળે રે લોલ

એ મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યોં રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યોં રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ

એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ

એ હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ

એ મને કોઇ રે દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો જમાડું જમણા હાથનો રે લોલ
મને કોઇ રે દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો જમાડું જમણા હાથનો રે લોલ

એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ
એ મુખેથી મોરલી વગાડતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ
હો મુખેથી મોરલી વગાડતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *