Sunday, 22 December, 2024

લગ્ન અભિનંદન અને શુભેચ્છાઓ સંદેશ

6943 Views
Share :
લગ્ન અભિનંદન અને શુભેચ્છાઓ સંદેશ

લગ્ન અભિનંદન અને શુભેચ્છાઓ સંદેશ

6943 Views

તમારી જોડી સલામત રહે,
જીવનમાં ખૂબ જ પ્રેમ હોય,
દરરોજ ખુશીઓ તમારી સાથે રહે,
તમને લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!

જેમ બગીચામાં ફૂલો સુંદર દેખાય છે,
આ રીતે તમે બંને એક સાથે દેખાશો
લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના
હેપ્પી મેરેજ એનિવર્સરી

આ પ્રેમાળ બંધન છે,
બે દિલોનું મિલન છે,
આ સંબંધ જન્મો સુધી જળવાઈ રહે,
આ જ દુઆ સાથે તમને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ… 🎉
સ્નેહ ના સાગર થી મહેકતું રહે પ્રેમ ઉપવન.
લગ્ન વર્ષગાંઠ ની ખુબ ખુબ શુભકામનાઓ, હસતા ગાતા માણ્યા કરો જીવન.!

શરૂઆત થઈ રહી છે એક મીઠા સંબંધની
જોડી છે તમારી એકદમ ન્યારી
સાથ રહે જિંદગીભર તમારો
એવી જ શુભેચ્છા તમને અમારી🤗

લગ્ન વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામના…💐
આપનું લગ્નજીવન સુખમય નિવડે એવી પ્રભુને પ્રાર્થના..

થોડી તરકાર પણ થશે અને
થોડો પ્રેમ પણ થશે♥️
બંને પરિસ્થિતિમાં એકબીજાની ઢાલ બનીને રહેજો
અને બસ તમારો સબંધ સાચવી લેજો💫
♥️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ♥️

ખુબજ સુંદર જોડીને મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભેચ્છાઓ…🎉
આપ એકબીજાના સુખ-દુઃખ માં ભાગીદાર રહો અને સદાય ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

લગ્ન એ બે આત્માનું મિલન છે
આત્મા સાથે જ બે પરિવારોનું પણ મિલન છે❤️
તમારા આ જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી તમને નડે નહીં અને
કોઈ પણ તમારી ખુશીઓને અડે નહીં એવી જ શુભેચ્છા💫

તમારા જીવનનો સૌથી યાદગાર દિવસ બની રહે.
તમે એકબીજા પ્રત્યે શ્રેષ્ઠ સાથી બની રહેવાના વધુ એક વર્ષની ઉજવણી કરતા હોય ત્યારે તમને…
મારી હાર્દિક શુભેચ્છાઓ!

તારોની બારાત, ખુશીઓની સૌગાત છે,
આજે મારા યારની લગ્નની રાત છે,
દુઆ છે મારી સલામત રહે જીવનભર આ સંબંધ,
તમને લગ્નની લાખ-લાખ શુભકામનાઓ…!

લગ્ન જીવનની 20 મી વર્ષગાંઠ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
ખૂબ ખુશ, સુખી અને સમૃદ્ધ રહો તેવી ભગવાન ઠાકરને પ્રાર્થના…

મારા યારને મુબારક,
લગ્નનો આ અનુપમ ઉપહાર,
ભાભીના પ્રેમમાં અમને ભૂલી ન જતા,
દુઆઓમાં યાદ રાખજો અમને પણ યાર,
ભાઈ, તમને લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ…!

૨૫મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન…
તમારું દાંપત્ય જીવન ખૂબ તંદુરસ્ત સ્વાસ્થ્ય રહે અને
કાયમ ખુશ રહો એવી ઠાકોરજીનાં ચરણોમાં પ્રાર્થના..

મુબારક તમને
લગ્ન તમારાં,
સદા ખુશ રહો તમે,
એ દુઆ છે અમારી,
લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… !

ભાઈ અને ભાભી ને તેમના લગ્ન વર્ષગાંઠ ની હાર્દિક શુભકામનાઓ…💐
લગ્નની વર્ષગાંઠ નિમિત્તે અમારી સહૃદય શુભકામનાઓ.
નવા વર્ષનો દરેક દિવસ આપ બંનેને આનંદમય અને સ્વાસ્થ્યપૂર્ણ રાખે એવી શુભકામના સાથે શુભેચ્છાઓ.

બંધાયો છે આંગણે માંડવો
અને જાનૈયા પણ છે તૈયાર🤗
સજોડાની ખુશીઓ છે અપાર
ઘટે છે ક્યાં અમારી શુભેચ્છઓની બહાર 😍

તમારી સાથે એક જ છત હેઠળ રહેવું એ મારા જીવનનો સૌથી ખુશ સમય છે,
તમે મારા માટે ઘણો ત્યાગ અને પ્રેમ આપ્યો છે,
હું તમને લગ્ન વર્ષગાંઠ ની શુભેચ્છા પાઠવું છું!🌺

પીઠીના રંગ જેવું જ કોમળ જીવન વીતે તમારું
મહેંદીની સુગંધ જેવું જ જીવન મહેકતું રહે તમારું😍
સાત ફેરાથી શરૂ કરેલો એ સબંધ
સાત જન્મો સુધી બંધાય તમારો 💫
❤️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ❤️

હું તમને બંનેને હજાર વર્ષની સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવું છું. આ દિવસનો આનંદ હંમેશા સાથે અને અંતિમ શ્વાસ સુધી રહેવા દેજો. લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના!
💐મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા💐

આપ્યું છે આમંત્રણ આ ખુશનુમા અવસરનું
પધારશો તમારા આશિર્વાદ લઈને💫
બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અમારા નવા સજોડા
જજો થોડી શુભેચ્છા દઈને🤗
❤️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ❤️

ભગવાન તેમની દૈવી શક્તિ અને કૃપાથી તમારા બંધનને મજબૂત બનાવે અને તેને કાયમ માટે સ્થિર રાખે. હું તમારા બંનેના સુખી દાંપત્ય જીવનની ઇચ્છા કરું છું.
🌹હેપ્પી મેરેજ એનિવર્સરી🌹

આજે આ શુભ ઘડીમાં,
એક મીઠા સંબંધની છે શરૂઆત,
તમે બંને સદા રહો સાથ-સાથ
ભગવાન સામે બસ એક જ છે ફરિયાદ,
તમને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

તારા માટે મારો પ્રેમ કદી ઘટ્યો નથી.
મેં વીતેલા બધાં વર્ષોમાં તને પ્રેમ કર્યો છે અને
હું મારા અંતિમ શ્વાસ સુધી તને પ્રેમ કરતો રહીશ.
🌹 I Love You 🌹
💘 હેપી મેરેજ એનિવર્સરી જાન 💘

તમે બંને એકબીજાથી ક્યારેય ન દૂર થાઓ,
ભગવાન કરે તમારી દરેક ઇચ્છા મંજૂર,
દુખ ક્યારેક તમારી નજીક પણ ન આવી શકે,
સાચા મનથી લગ્નની શુભકામનાઓ.

સાત ફેરો સે બંધા યહ પ્યાર કા બંધન,
જીવનભર યુંહી બંધા રહે,
કિસીકી નજર ના લગે આપકે પ્યાર કો,
ઓર આપ યુંહી હરસાલ સાલગીરા માનતે રહે.
💕Happy Wedding Anniversary💕

આજના શુભ પ્રસંગમાં હાજરી અમારી
અમારા આવ્યાની ખુશી તમારી 💫
સલામત રહે જોડી તમારી
એવી જ શુભેચ્છા તમને અમારી🤗
♥️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ♥️

દુઃખ ભલે ગમે તે હોય,
પણ મારી ખુશી હંમેશા તું જ છે.
💐મેરેજ એનિવર્સરી ની શુભકામના પ્રિય💐

કુંડળી મળે કે ના મળે તમે તમારા વિચારોને મળાવજો
જાણી એકબીજાના મનની વાત આ લગ્નની ગાડી સાચે પાટે ચલવજો 😍❤️

હું ખરેખર ખુશ છું કે, તમે બંનેએ મીઠા લગ્ન જીવનનો
વધુ એક વર્ષ વિતાવ્યો છે. તમારો એકબીજા પ્રત્યેનો
પ્રેમ અને સ્નેહ આવતા વર્ષોમાં વધતો રહે તેવી
હું ઈશ્વર ને પ્રાર્થના કરું છું.
💐મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા💐

સાત દિવસ પછી મળવાનું છે ત્યાંથી લઈને
આજે સાત ફેરા ફરવા જઈ રહ્યા છો❤️
વર્ષો પછીના સમયગાળા પછી
આજે તમે એકબીજાના થવા જઈ રહ્યા છો🥰
♥️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ❤️

યોગ્ય વ્યક્તિ શોધવી મુશ્કેલ હોઈ શકે છે
પરંતુ મને શરૂઆતથી જ ખબર હતી કે
તમે મારા માટે યોગ્ય વ્યક્તિ છો.
લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના!
❤️Happy Marriage Anniversary❤️

સાત વર્ષનો સબંધ આજે
સાત જનમ સુધી બંધાવા જઈ રહ્યો છે🥰
ખૂબ જ પવિત્ર કહેવતો
એ સબંધ આજે તમારો થઈ રહ્યો છે💞
♥️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ♥️

મારા વિશ્વના એકમાત્ર પ્રિય વ્યક્તિને એનિવર્સરીની શુભેચ્છાઓ.
તું મને આવનારા જન્મોમાં પણ મળે તેવી હું ઈચ્છા કરું છું.
🌹 I Love You 🌹
💘 હેપી મેરેજ એનિવર્સરી જાન 💘

ઉપરવાળાથી દુઆ છે અમારી,
હજારો વર્ષ જોડી જળવાઈ રહે તમારી,
જીવનમાં તમારા પર કોઈ સંકટ ન આવે,
તમને લગ્નની શુભકામનાઓ!

હું ઈચ્છું છું કે, તમારા બંને વચ્ચેનો પ્રેમ આવનારા
વર્ષોમાં નવી ઉંચાઈઓને સ્પર્સે.
🌷મેરેજ એનિવર્સરી ની શુભકામનાઓ🌷

મારી ભાભી ઘરે આવી છે,
ખુશીઓની સૌગાત લાવી છે,
રબ સલામત રાખે તમારી જોડી,
લગ્નની શુભકામના ભાઈ અને ભાભી… !

એકબીજા પ્રત્યેનો તમારો પ્રેમ પસાર થતા વર્ષ સાથે
ગુલાબની જેમ ખીલતો રહે. તમને લગ્નની
વર્ષગાંઠની શુભેચ્છાઓ!
💕Happy Wedding Anniversary💕

મારા યારના લગ્નનો દિવસ આવ્યો છે,
મારી તો દુઆ એ જ છે કે
તમને અઢળક ખુશીઓ મળે અને
આ સંબંધ જન્મો જન્મ સલામત રહે

તમારા સંબંધો સમર્પણની બીજી ભાવના છે
તમારા સંબંધો વિશ્વાસની એક અનન્ય ગાથા છે
તમારા સંબંધ પ્રેમનું ઉદાહરણ છે
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા !

લઈને આવી છે ખુશીની બહાર
થયા રિવાજો અને થઈ પોકાર
બંધનમાં બંધાયા છે બે જીવન
કયાંયના ખૂટે ખુશીઓ અપાર 💫
♥️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ❤️

તમારા જીવનમાં પ્રેમ પર વરસાદ થવા દો,
ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે,
તમને લગ્નની વર્ષગાંઠની શુભકામના.

સજાવો તમારું જીવન ખુશીઓથી
ફૂલોની જેમ મહેકતું રહે તમારું જીવન💫
તમારું જીવન હંમેશા પ્રેમભર્યું જ રહે
તમને મારી મીઠી નાનકડી દુનિયાની શુભેચ્છા🎉

સમારોહ તો ઉજવણીનો એક જ દિવસ છે
પરંતુ લગ્ન એ દરેક દિવસની ઉજવણી બની જાય છે🥰
થવા જઈ રહ્યા છે લગ્ન તમારા
અલગ અલગ કહેવાતા એ વ્યક્તિ આજથી દંપતિ બની
જાય છે 😍
💝તમને તમારું મીઠું જીવન મુબારક💝

થઈ રહી છે એક નવા જીવનની શરૂઆત
વસી રહ્યો છે એક નવો જ ઘરસંસાર💞
અને આશા એવી જ રાખું
ક્યારેય ન ખૂટે તમારા મુખે ખુશીઓ અપાર💝
💓આપને આપનું નવું જીવન શરૂ કરવા બદલ ખૂબ શુભકમનાઓ 💓

લગ્ન એ ફકત સાડા ત્રણ અક્ષરનો શબ્દ છે
પણ સાત જન્મો સુધીના વચનો ખવાય છે
આ વાત છે રિવાજો અને સંસ્કૃતિની
જેમાં તમે બંધાય ગયા છો💫
💝તમને તમારું મીઠું જીવન મુબારક💝

સાત ફેરા થયા અને વચનો લેવાયા
માથે સિંદૂર પુરાયો અને ગળે મંગળસૂત્ર પહેરાવાયું💫
કહેવાને તો થોડા જ કલાકની વિધિઓ છે
પણ સાત જન્મોના બંધનને બાંધીને રાખે છે🤗
💓આપને આપનું નવું જીવન શરૂ કરવા બદલ ખૂબ શુભકમનાઓ 💓

લગ્ન એટલે એવું જ નહીં કે એક વ્યક્તિના બીજા વ્યક્તિ સાથે લગ્ન
લગ્ન એટલે એક આત્માથી બીજી આત્માના લગ્ન
તમારું લગ્ન જીવન ખૂબ જ સફળ રહે એવી અમારી શુભામનાઓ 💝

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *