Sunday, 22 December, 2024

Mevad Na Shriji Bawa Darshan Leva Lahva Lyrics in Gujarati

188 Views
Share :
Mevad Na Shriji Bawa Darshan Leva Lahva Lyrics in Gujarati

Mevad Na Shriji Bawa Darshan Leva Lahva Lyrics in Gujarati

188 Views

મેવાડના શ્રીજી બાવા,
લેવા દર્શનના લાહવા
આવ્યો પ્રભુ હું નાથદ્વાર,
દર્શનની દેજો મુને લાણ…(2)
 
હો ગોકુલના ઓ ગિરિધારી,
મીઠી છી વેણું બજાવી
સુદ બુદ્ ભૂલ્યા રે પ્યારે,
વ્રજના સૌ નારને નારી
સુદ બુદ્ ભૂલ્યા રે પ્યારે,
વ્રજ ના સૌ નારને નારી
લોક લાજ ગોપીઓ છોડી,
આવી સૌવ દોડી રે
લોક લાજ ગોપીઓ છોડી,
આવી સૌવ દોડી રે
શ્યામ સુંદર વરને કાજ,
દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી…
 
હો મોરમુકુટ માથે સોહે,
વૈષ્ણવના મનડા મોહે
રત્ન આભુષણ અંગે,
ચિત તો પ્રકૂટીના ભંગે
રત્ન આભુષણ અંગે,
ચિત તો પ્રકૂટીના ભંગે
કેસર તીલંક તો ભાલે,
ચાલે હસ હસતી ચાલે
કેસર તીલંક તો ભાલે,
ચાલે હસ હસતી ચાલે
જોઈ મોહિયા વ્રજના નરને નાર
દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી…

હો શ્યામ સ્વરૂપ સોહળુ,
જોવાને મન લોભાણું
રાધા રમણ રંગભીના,
સોહે શણગાર નબીના
રાધા રમણ રંગભીના,
સોહે શણગાર નબીના
કર જોડી કહે દાસ,
આપો ચરણમાં વાસ
કર જોડી કહે દાસ,
આપો ચરણમાં વાસ
મહેશ એજ અભિલાષ
 દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *