Sunday, 5 January, 2025

Mogal Maa Kumkum Pagaliye Padharajo Lyrics in Gujarati

124 Views
Share :

હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
મારી આઇલ માં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે ફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જો
ફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જો
મારી આઇલ માં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો

હે એવી ગંગાને જમાના રે આજ હિલોળે છડી છે જો
આવી માંના રે આગમનની આજ આવી રૂડી ઘડી જો
હે ગાંડો રે બનીને ઘુઘવે રત્નાકર રૂપાળો જો
ગાંડો રે બનીને ઘુઘવે રત્નાકર રૂપાળો જો
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મારી આઇલ માં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો

હે એવા આભે રે દેવતાવો ઉભા ફુલડાં વરસાવે રે
હે હાથે લઈ શેષ નાગ મારી મોગલ માં આજ આવે રે
હે પંખીડા ઉડ્યા છે આભે મેલી બચલાનો મોળો રે
પંખીડા ઉડ્યા છે આભે મેલી બચલાનો મોળો રે
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મારી આઇલ માં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો

હે એવા હરણાં ઝરણાને તરણા કોડ્યા છે ઉપવનમાં
એવા મોર રે બપૈયા કોયલ ગુંજે છે આજ વનમાં
આઇલને આવકારવા ફરકે દેવની ધજાયું જો
મોગલને આવકારવા ફરકે દેવની ધજાયું જો
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો

હે લગની રે એ લાગી છે અમને મોગલના દર્શનની
હે આવી રૂડી ઘડી રે એ આવી છે આજ મારી માંના રે આગમનની  
હે જય કવિ કે આજે અમારી ભક્તિ એ ફળી છે જો
ચારણ કુળમાં જુવો આજે આઇલ અવતરી જો
હે મોગલ માં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો
મારી આઇલ માં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
મારી મોગલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે મોગલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે મારી આઇલ માં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *