Wednesday, 11 September, 2024

નળની માહિતી

271 Views
Share :
નળની માહિતી

નળની માહિતી

271 Views

{slide=Nal’s whereabouts}

Damyanti’s father, Bhim was worried so he announced big reward to anyone who give information about Nal and Damyanti’s whereabouts. A Brahmin, named Sudev found Damayanti in the kingdom of Chedi. Queen of Chedi happily sent Damayanti to her father’s place. Now Damayanti looked out for Nal. She sent people all over the place. One of them reached Ayodhya and met Bahuk and identified him as Nal.  Damayanti got this news but kept it to herself in absence of a proof. To verify, she planned her swayamvar.
A message was sent to Rituparna about Damayanti’s swayamvar.  Nal also came to know about Damayanti’s swayamvar. Nal could not believe that Damayanti could marry again to someone, when he was still alive. On King Rituparna’s command, Nal prepared for their journey.

રાજા ઋતુપર્ણને ત્યાં સ્થૂળ સુખોપભોગની સામગ્રી વચ્ચે વસવા છતાં પણ નળનો અંતરાત્મા અશાંત રહ્યો.

દમયંતીનું સ્મરણ-મનન એને સતાવવા અને દુઃખી કરવા લાગ્યું.

દમયંતીને મળવાની આતુરતા એના અંતરમાં અતિશયતા પર પહોંચી.

એના વિનાનું જીવન એને મરણની આવૃત્તિ જેવું લાગ્યું.

દમયંતીના પિતા ભીમે પણ દમયંતીને દુઃખમુક્ત કરવાની કામનાથી પ્રેરાઇને, નળની શોધખોળ માટે માણસોને મોકલ્યા.

એમને દમયંતીને શોધી કાઢવાની પણ સૂચના આપી.

નળ-દમયંતીને શોધી કાઢનારને હજાર ગાયો, ગામ અને અન્ય જમીનનું દાન આપવાની ઘોષણા કરી.

દિવસોના એકધારા પરિશ્રમ પછી સુદેવ નામના બ્રાહ્મણે ચેદિપૂરીમાં રહેતી દમયંતી શોધી કાઢી.

રાજમાતાએ દમયંતીનો પરિચય પામીને એને પ્રસન્નતાપૂર્વક સુંદર પાલખીમાં બેસાડીને વિશાળ સેના સાથે એના પિતાની પાસે વિદાય કરી.

પિતાની પાસે પહોંચ્યા પછી દમયંતીએ નળની માહિતી મેળવવા માટે બનતો બધો જ પ્રયત્ન કર્યો.

એણે મોકલેલો પર્ણાદ નામનો બ્રાહ્મણ રાજા ઋતુપર્ણની અયોધ્યાપુરીમાં પહોંચ્યો.

ત્યાં એનો એકાંતમાં બાહુક સાથે જે વાર્તાલાપ થયો તેના પરથી તે જ નળ છે એવી એને પ્રતીતિ થઇ.

એ સમાચારને જાણીને દમયંતીએ સઘળી વાતને ગુપ્ત રાખીને પોતાના સ્વયંવરની યોજના કરીને સુદેવને અયોધ્યા મોકલ્યો.

સુદેવે અયોધ્યાપુરીમાં પ્રવેશીને રાજા ઋતુપર્ણને જણાવ્યું કે ભીમનંદની દમયંતીનો ફરીવાર સ્વયંવર થઇ રહ્યો છે. આવતી કાલે થનારા એ સ્વયંવરમાં તમે ઉપસ્થિત રહો તો સારું. સ્વયંવરમાં તે બીજા પતિને પસંદ કરશે કારણ કે વીર નળ જીવંત છે કે નહિ તેની માહિતી મળતી નથી.

નળને એ જાણીને નવાઇ લાગી અને અતિશય દુઃખ થયું.

દમયંતી એવું પગલું ભરી શકે ખરી ?

એનું મન કશું સમજી શક્યું નહીં.

રાજા ઋતુપર્ણે એને સ્વયંવરમાં પહોંચવા માટે આવશ્યક તૈયારી કરવાનો આદેશ આપ્યો.

નળે એ આદેશને અનુસરીને આવશ્યક તૈયારી કરી લીધી.

એને અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા.

એ વિચારો શુભાશુભ બંને પ્રકારના હતા.

દમયંતીની નિષ્ઠામાં એને વિશ્વાસ તો હતો જ પરંતુ એનો પોતાનો પૂર્વ વ્યવહાર ત્રુટિપૂર્ણ હતો. એણે પોતે જ દમયંતીનો અકારણ, વિના અપરાધ પરિત્યાગ કરેલો.

એને ખબર નહોતી કે હવે એના પુનર્મિલનની પાવન પળ પાસે આવેલી.

માનવની દૃષ્ટિ તથા શક્તિ છે જ કેટલી બધી સીમિત ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *