Sunday, 22 December, 2024

નવરાત્રીમાં કપૂર આરતીનુ મહત્વ

188 Views
Share :
નવરાત્રીમાં કપૂર આરતીનુ મહત્વ

નવરાત્રીમાં કપૂર આરતીનુ મહત્વ

188 Views

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ સુધી ચારેબાજુ ભક્તિનુ વાતાવરણ રહેશે અને નવદુર્ગાના ગુણગાન થશે. 

મા દુર્ગાના નવ રૂપોની પૂજા સાથે આ તહેવારનો ઉત્સવ ઉજવાશે. સનાતન ધર્મમાં કોઈપણ પૂજા પછી આરતી કરવાનુ વિધાન છે. નવરાત્રિના પાવન દિવસોમાં આરતી અને ભજનનુ ખૂબ મહત્વ છે. મા ને પ્રસન્ન કરવાનો આ સહેલો ઉપાય છે. તમે જોયુ હશે કે મોટાભાગે નવરાત્રિના દિવસોમાં લોકો આરતી સમયે જ્યોતિમાં કપૂરનો ગાંગડો કે ટિકડી નાખે છે. આવુ કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી વાતાવરણ્બ સુગંધિત થાય છે અને ચારે બાજુ નકારાત્મકતા સકારાત્મકતામાં બદલાય જાય છે અને મનને શાંતિ મળે છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ મુજબ નાનકડી કપૂરની ટિકડી દરેક સમસ્યાઓનો અંત કરી શકે છે.

  • જો ઘરમાં નિયમિત રૂપે સવાર સાંજ ઘરના મંદિરમાં કપૂરથી આરતી કરવામાં આવે તો દેવી દેવતા પ્રસન્ન થઈને સદાય માટે ઘરમાં વસી જાય છે.
  • નવરાત્રિમા આવુ કરવુ અધિક અસરકારક માનવામાં આવે છે.
  • 2 આખી લવિંગ અને એક કપૂરનો ટુકડો લો. તેને ત્રણ વાર ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરી લો. ત્યારબાદ તેને પ્રગટાવી દો. ધ્યાન રાખો કે પ્રગટાવતી વખતે તમારુ મોઢુ પૂર્વ તરફ હોય અને ગાયત્રી મંત્રનુ ઉચ્ચારણ બરાબર ચાલતુ રહે. હવે જે ભસ્મ બની છે તેને કોઈ કાગળમાં સમેટી લો. દિવસમાં બે વાર આ ભસ્મ જીભ પર લગાવો. ધીરે ધીરે મજબૂરી સમાપ્ત થઈ જશે.
  • ઘરમાં આર્થિક અભાવ ચાલી રહ્યો હોય તો ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ એકસાથે પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવી જોઈએ.
  • ઘરના મધ્ય ભાગમાં કપૂરને ઘી માં પલાળીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પ્રગટાવો. કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં રોકાય નહી શકે. આ ઉપાયને દરરોજ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થવા માંડશે.
  • વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવવા માટે કપૂરની બે ગાંગડી ઘરમાં કોઈપણ સ્થાન પર મુકો. ઘરમાં આવી રહેલ અણગમતી સમસ્યાઓ ખતમ થશ્ જ્યારે આ ટુકડો નષ્ટ થઈ જાય તો ફરીથી નવો ટુકડો મુકી દો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *