Sunday, 22 December, 2024

નવમા નોરતે જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને સ્વરૂપ !

255 Views
Share :
siddhidatri

નવમા નોરતે જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને સ્વરૂપ !

255 Views

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. નવરાત્રિનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય ચે. એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ આપી છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ કમળ પર બિરાજમાન છે અને તેમના હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર છે. સિદ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે. માતા સરસ્વતી જ્ઞાનના દેવી તરીકે પૂજાય છે. 

દેવી પૂરાણમાં કહેવાયું છે કે ભગવાન શિવને પણ માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ હતી. તેમની અનુકમ્પાથી જ ભગવાન શિવનું અડધુ શરીર નારીનું થયું હતું. આ  કારણે તેઓ અર્ધનારેશ્વર તરીકે પણ પ્રસિદ્ધ થયાં. 

કેવી રીતે કરશો માતા સિદ્ધિદાત્રીની પૂજા
સવારના  સમયમાં માતા સમક્ષ દીપ પ્રગટાવો, માતાને નવ કમળના ફૂલ અર્પિત કરો. ત્યારબાદ માતાને નવ પ્રકારના ભોજન અર્પિણ કરો. નવરાત્રિના સમાપન માટે નવમી પૂજનમાં હવન પણ  થાય છે. તેના પૂજન અને કથા બાદ જ નવરાત્રિનું સમાપન થાય તે શુભ મનાય છે. આ દિવસે દુર્ગાસપ્તશતીના નવમાં અધ્યાયથી માતાનું પૂજન કરો. નવરાત્રમાં આ દિવસે દેવી સહિત તેમના વાહન , હથિયારો, અન્ય દેવી દેવતાઓના નામથી હવન કરવાનું વિધાન છે. 

આજે હવન પણ થાય છે, આ રીતે કરો હવન
હવન માટે હવન કૂંડ લો. અગ્નિ પ્રજ્વલિત કરવા માટે કેરી, લીમડો, પલાશ અને ચંદનના લાકડાનો પ્રયોગ થાય છે. ઇચ્છો તો છાણાને ઘીમાં બોળીને ઉપયોગ કરો. હવન સામગ્રી લઈ લો અને તેમાં સરખા પ્રમાણમાં જવ અને કાળા તલ મિક્સ કરો. ત્યારબાદ પહેલા કપૂરથી અગ્નિ પ્રજ્વલિત કરો. ત્યારબાદ શુદ્ધ ઘીથી પાંચ આહુતિ આપો. ત્યારબાદ નવાર્ણ મંત્રથી 108 વાર આહુતિ આપો. છેલ્લે નારિયેળનો એક ગોળો કાપીને તેમાં લવિંગ અને બચેલી હવન સામગ્રી નાખીને આહૂતિ આપો. ત્યારબાદ દેવીને હાથ જોડીને ક્ષમા યાચના કરો. 

માતા સિદ્ધિદાત્રી ઉપાસના મંત્ર 

सिद्धगंधर्वयक्षादौर सुरैरमरै रवि। 
सेव्यमाना सदाभूयात सिद्धिदा सिद्धिदायनी॥ 

या देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *