નવરાત્રી
By-Gujju11-09-2023
નવરાત્રી
By Gujju11-09-2023
ભારત ની હિન્દુ સસ્કૃતિ નો મોટા માં મોટો તહેવાર એટલે નવરાત્રી આ તહેવાર
આસો સુદ પડવેથી ચાલુ થાય છે.
પડવેથી પહેલુ માનું નોરતું જીરે…..આ પ્રસિદ્ધ ગરબો યાદ આવે.
આ એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતી માં નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસો એ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. અને કેટલાક લોકો નવરાત્રી માં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે નેવધ્ય કરે છે અને નાના બાળકો ને બટુક ભોજન કરાવે છે.
આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ – સાથે ગરબાનો લોક મહોત્સવ શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ .સંગીતનાં તાલે નૃત્ય સાથે ગાતાં નર નારીઓ ભક્તિ પૂર્વક નવરાત્રીનાં આ લોક પ્રિય મહોત્સવની ઉજવણી નવ દિવસ કરે છે આખું વર્ષ સામાન્ય રીતે શાંત જણાતી રાત્રીઓ આ નવ દિવસ માટે લોકોના ઉત્સાહમય ગરબાના કોલાહલથી જીવતી બની જાય છે. ગરબો અને ગુજરાત એક બીજાના પર્યાય રૂપ બની ગયાં છે .
આમ વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
૧. ચૈત્રી નવરાત્રી આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છેતેને ચૈત્ર નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખાય છે.
૪. પુષ્ય નવરાત્રી: આ નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા આ નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ) દરમ્યાન ઉજવવામાં આવે છે. આમ એકમ થી નોમ સુધી આ ભારતના ભવ્ય તહેવારો માનો એક તહેવાર ઉજવાય છે.
બંગાળમાં આઠમાં દિવસને પરંપરાગતરીતે દુર્ગાઅષ્ટમી તરીકે ઉજવાય છે જે બંગાળનો મોટા માં મોટો તહેવાર ગણાયછે. ૧૦મા દિવસને વિજયાદશમી તરીકે ઉજવાય છે.જેને દશેરા પણ કહે છે. ભારતમાં વિજયાદશમીના દિવસે રાવણ પર રામની જીતની ઉજવણી કરવામાં આવે છે. દશેરાના દિવસે રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાની દહન કરવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે
જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય પવિત્રતાનો છે કોઈ નવા કર્યાની શરૂઆત આ દિવસથી કરવામાં આવે છે.આમ નવરાત્રીનો આ સમય એ ધાર્મિક અને માંગલિક પ્રસંગો માટે ઉચિત ગણવામાં આવે છે.
સૌરાસ્ટ્ર ના નવલા નોરતાની જાખી …..
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસો દરમિયાન ભક્તો માની આરાધનામાં લીન થઈ જાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે.
સર્વ ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુ:ખ ભાગ્યવેત્.
નવરાત્રિમાં દીવડા સાથેના ગરબાનું મહત્વ છે. ‘દીવડો’ તો જ્યોતિસ્વરૂપ દેવીશકિતનું પ્રતિક મનાય છે. તેથી નવરાત્રિમાં દીવડા સાથે ગરબાનું મહત્વ છે. ભારતીય સંસ્કૃતિ કૃષિપ્રધાન છે. નવા તૈયાર થયેલા ધાન્યનો આનંદ પ્રગટ કરવા નવરાત્રિના પહેલા દિવસે થીજ, માતાજીના સ્થાન કે ગોખમાં ગરબાનું સ્થાપન કરવામાં આવેછે. તેમજ માતાજીનાં મંદિરોમાં દેવી સ્થાનક ની આગળ જવારા
ઉગાડવામાં આવે છે. આ નવદિવશ દરમિયાન સૌરાષ્ટ્ર ના તેમજ ગુજરાત સહિત ભારત ભરમાં દેવી પૂજાના આ તહેવાર ની ભવ્ય ઉજવણી થાય છે.
હવે આપણે ખાસ ગ્રામ્ય સંષ્કૃતિ ની વાત કરીએ તો ભારતના દરેક ગામડા માં
આસોસુદ ને પડવેથી નવરાત્રિ નો પ્રારંભથાય છે. ગ્રામ્ય માં ખાસકરીને દેવી ઉપાસના કરવા વાળો વર્ગ વધારે હોય છે. પ્રથમ દીવશથીજ ગામની તમામ ગરબીઓમાં રાત્રે માં શક્તિસ્વરૂપ જગદંબાનું નવ દિવશ સ્થાપન કરવામાં આવે છે માતાજીનામંદિમાં સવાર સાંજ આરતી કરવામાં આવે છે. તેમજ નવ દિવાશ ગરબો ફેટાવવામાં આવે છે. અને માતાજીનાં ગરબા પરિવાર ના સભ્યો સાથે
મળીને ગાય છે. આવીરીતે નવ દિવશ આનંદથી પસાર કરેછે, નવમા દિવસે માતાજીનાં નેવધ્ય થાય છે. સાથે બેસી કુટુંબના સભ્યો જમેછે. આમ ગામડા ગામની મજા અનેરી હોઈછે.
ગામલોકો સાથે મળી ગામના ચોકમાં ગરબી કરેછે જેમાં નવ દિવશ માતાજીની પુજા અર્ચના કરે છે. તેમજ ગામની નાની નાની બાળાઓ ચોક માં ગરબે રમે છે. જેમાં જુદી જુદી પ્રકાર ગરબા લેવામાં આવેછે. ત્યાર બાદ ગામના યુવાનો પણ ગરબા રમેછે. અને આનંદ માણે છે. આમ સાંજે 12 વાગ્યા સુધી ગરબા ચાલે છે ત્યાર બાદ ગરબી મંડળીના ભઇઓ આખ્યાન કરે છે. આ રીતે 9 દિવશ માતાજીનાં ગરબા ગાયછે અને માતાજીની પુજા અર્ચના કરે છે.
તેમજ શહેર માં પણ નવરાત્રિ નું અનોખુ આયોજન હોય છે.નવરાત્રિ ના નવ દિવસ શહેર ના લોકો પોતાની શેરી માં ગરબી નું આયોજન કરે છે. આમ આ ગરબી માં શેરી ના બધા લોકો સાથે મળી ને ગરબા રમે છે. તેમજ શહેર માં ગામડા કરતાં એક આગવી(ઢબ) રીતે નવરાત્રિ નું આયોજન કરવા માં આવે છે , જેમાં શહેર ના કોય પણ એક મોટા એવ વિસ્તાર માં ડિસ્કો દાંડિયાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ આયોજન એક પાર્ટી પ્લોટ માં કરવામાં
આવે છે. જેમાં નવરાત્રિ ના નવ દિવસ સુધી બધા લોકો ત્યા ડાંડીયા રસ રમવા જાય છે. તેમાં ત્યાં બધા ખેલઈયા ઑ વચ્ચે સપર્ધા પણ કરવામાં આવે છે. તેમાં જે શ્રેષ્ઠ રમે તેને ઈનામ આપવામાં આવે છે. તેમને એક અનોખુ એવું નામ પણ આપવામાં આવે છે . જો કોઇ સ્ત્રી જીતે તો તેમને ”પ્રિન્સેસ” એવું નામ આપવામાં આવે છે અને જો કોઇ પુરુષ જીતે તો તેને ”પ્રિન્સ” એવું નામ પણ આપવામાં આવે છે. અને ત્યાર બાદ તેને વિવિધ પ્રકારના ઈનામ આપવામાં આવે છે.આમ શહેર માં લોકો પાર્ટી પ્લોટ માં આવું ડિસ્કો દાંડિયા નું આયોજન કરે છે. અને શહેર ના લોકો ડિસ્કો દાંડિયા રમવા માટે ખાસ પ્રકાર ના કપડાં અને આભૂષણો પહેરે છે. જે ડ્રેસ ને ખાસ પ્રકાર નું નામ પણ આપવામાં આવે છે જેને ” ટ્રેડિસનલ ડ્રેસ ” કહેવાય છે. આમ શહેર માં ડિસ્કો દાંડિયા (રાસ ) નું આયોજન ગામડા કરતાં અનોખી રીતે જોવા મળે છે.
નવરાત્રી દરમ્યાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે.
દુર્ગા,ભદ્રકાલી, અંબા કે જગદંબા, અન્નપૂર્ણા,સર્વમંગલા,ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલિતા, ભવાની, અને મોકામ્બિકા. આમ દેવીના દશ સ્વરૂપ છે.
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
આદ્યશક્તિ માં. દરેક જીવાત્મા ના જીવનમાં માતાનું સ્થાન હમેશા ઉંચુ હોય છે. પિતા કરતાં માતાનું મહત્વ વધારે હોય છે. માતા એ જનની છે બાળકનું લાલન પાલન કરનાર છે, માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહિં – તેથી જ (માં) માતાનું અનેરૂં સ્થાન હોવાથી હમેશા માતાને પ્રથમ પ્રણામ કરવામાં આવે છે. ઈશ્વરમાં પહેલાં માતા ના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુચ સખા ત્વમેવ.
ત્વમેવ વિદ્યા દ્રવિણમ્ ત્વમેવ, ત્વમેવ સર્વમ્ મમ્ દેવ દેવ.
તેથી જ નવરાત્રી દરમ્યાન માતાની ભક્તિ કરવામાં આવે છે. આ ઉત્સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્ય દેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓ ને ગાંડા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્હાવો છે, જે ગુજરાતીઓ દરવર્ષે માણે છે.
સર્વ ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુ:ખ ભાગ્યવેત્.
નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ. અને જીવનમાં નવરાત્રીના માં જગદંબા ના વિચારો ને ઊતરીએ .
પાવલી લઈ ને હુતો પાવાગઢ ગય તી, પાવાગઢ વળી મને દર્શન દે.
નહિતર મારી પવાલી પછી , નહિતર મારી પવાલી પછી દે ……..