Tuesday, 10 September, 2024

નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ

253 Views
Share :
નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ

નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ

253 Views

આઝાદીના લડવૈયાઓમાં નેતાજી સુભાષચંદ્ર મોખરે છે.

સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી, 1887ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તના આગ્રહી હતા. તેમની માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક હતાં. સુભાષચંદ્રને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવસેવાના પાઠ શીખવા મળ્યા હતા.

સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની ઊંડી અસર પડી હતી. તેઓ માનવસેવાને પ્રભુસેવા માનતા. સુભાષચંદ્રને અંગ્રેજોની કેટલીક બાબતો ગમતી. તેઓ કહેતા : “ચુસ્ત શિસ્ત, સમયપાલન, કામ કરવાની ધગશ વગેરે ઘણુંબધું આપણે ગોરી પ્રજા પાસેથી શીખવા જેવું છે.”

સુભાષબાબુએ ઇંગ્લૅન્ડ જઈ સારા નંબરે આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી હતી. તે ઊંચા હોદ્દાની સરકારી નોકરી મેળવીને ઘણી સારી કમાણી કરી શકે તેમ હતા. આમ છતાં, તે દેશની આઝાદી માટેની લડતમાં જોડાયા. તેઓ આદર્શ દેશભક્ત હતા.

સુભાષબાબુએ માતૃભૂમિની આઝાદી માટે શસ્ત્રોના ઉપયોગ દ્વારા ક્રાન્તિનો રાહુ પસંદ કર્યો. અંગ્રેજ સરકારે તેમને જેલમાં પૂર્યા. ત્યાં તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. તેથી અંગ્રેજ સરકારે તેમને નજરકેદ હેઠળ રાખ્યા. સુભાષબાબુ વેશ બદલીને નજરકેદમાંથી છટકી ગયા તથા અનેક મુસીબતો વેઠી જર્મની પહોંચ્યા અને ત્યાંથી જાપાન ગયા. ત્યાં તેમણે ‘આઝાદ હિંદ ફોજ’ની રચના કરી અને ‘ચલો દિલ્લી’નું એલાન આપ્યું. તેઓ વિજયકૂચ કરતા કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે કુદરતી પ્રકોપ થયો. મુશળધાર વરસાદ તૂટી પડ્યો. તેમને મળતો દારૂગોળો અને ખોરાકનો પુરવઠો પણ ખૂટી પડ્યો. તેમણે તેમની ફોજને પાછા ફરવાનો આદેશ આપ્યો. તે યુદ્ધના કામે વિમાન માર્ગે મંચુરિયા જવા નીકળ્યા હતા. તે વખતે એક વિમાની અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

આજે પણ દેશવાસીઓ આદર સાથે આ વીર પુરુષને યાદ કરે છે. તેમનું સૂત્ર ‘ચલો દિલ્લી’ આપણને સદાય યાદ રહેશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *