Sunday, 22 December, 2024

બેસતું વર્ષ

364 Views
Share :
બેસતું વર્ષ

બેસતું વર્ષ

364 Views

વિક્રમ સવંત ૨૦૭૫ ના વરસની ઉજવણી ગુજરાત સૌરાસ્ટ્ર માં કઈક જુદી રીતે થાય છે .

આમતો અમારી સૌરાસ્ટ્ર ની ભૂમિ ને સંત સુરા અનવ સપૂતો ની ભૂમિ ગુજરાત ની લોક સંસ્કૃતિમાં બેસતું વર્ષ એટલે કારતક સુદ ને એકમ ના દીવસે આવે 2018 નું બેસતું વર્ષ ગુજરાત માં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારશી ખ્રિસ્તી વિવિધ ધર્મના લોકો વસે છે છ્તા બધા હળીમળી ને રહે છે ને તમામ ધર્મ ના તહેવારો ધામ ધૂમ થી ઉજવેસે બેસતા વર્ષ ની સરૂયાત આમ તો દિવાળી ના તહેવાર ની સાથે જ થાય છે લોકો દિવાળી ના રાત્રે સૂતા પહેલા બેસતા વર્ષ ની તૈયારી કરી પાશી જ સુવે છે.

વિક્રમ સવંત ૨૦૭૫ નું નવું વર્ષ નવલું નજરાણું લઈને આવેછે તેવી અમારી માન્યતા છે આ દિવસે લોકો વહેલા ઉઠી નહીં ધોઈ તૈયાર થાય છે અને હિન્દુ સંસ્કૃતિ ની માન્યતા મુજબ પહેલા પોતાના ઈષ્ટ દેવ તેમજ ભગવાનને પગે લાગે છે ત્યાર બાદ અમારી પરમ પરા મુજબ માતૃ દેવો ભવ પીતૃ દેવો ભવ ની પરંપરા મુજબ માતા પિતા ને પગે લાગે છે અને સવંત ૨૦૭૫ ના વર્ષ ની શુભકામના માતા પિતા પાસેથી પ્રાપ્ત કરે છે ત્યાર બાદ પોતાના પરિવાર ના મોટા વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવેછે અને તેનાથી નાના પરિવાર ના સભ્યો ને રામ રામ સાલ મુબારખ તેમજ નુંતન વર્ષાભિનંદન કરે છે . પારીવાર નાના સભ્યો ને અમારે અહિયાં ભેટ સ્વરૂપે રોકડ રકમ આપવાનો રિવાજ છે. તેમય વળી નવી નવી નોટો આપવાનો પ્રચલિત રિવાજ છે આ દિવશ માટે લોકો મહિના અગવથી બેન્ક પરથી નવી નોટો માંગવી રાખે છે. અમારા નાના નાના બાળકો તો બસ આનીજ રાહમાં હોય છે કે મને કેટલી નોટ મળી.

ત્યારબાદ લોકો પોતાના નજીક ના કુટુંબી જનોને મળવા જાય છે અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાના શેરી માં અને ગામ ની બજાર માં બધા ને મળે છે . ગામના પાદર ના દાયરામાં જાય છે ત્યાં ગામના લોકો ને મળે, વડીલો, મિત્રો, બાળકોને મળી ને એ રામ રામ ના નાદ સાથે આખુય ગામ આનંદ ના હિલોળે ચાડિયું હોય છે .

આ પરંપરાની આ દિવછે પોતાના ગુરુ ને મળવાનું પણ અનોખો મહિમા છે લોકો ગુરુ પાસે જાય છે ને તેને પગે લાગી આશીવાદ મેળવે છે .તેને બદલામાં ગુરુ ને તથા ગુરુ મને આ દિવસે ભેટ સ્વરૂપે રોકડ રકમ આપે છે .તેમજ કુલગુરુ આ દિવસે બધા ને કંઠી બાંધે છે . ત્યાર બાદ આમરા સૌરાસ્ટ્ર ની મહેમાન ગતિ મુજબ બધા ભેગા મળી એક પછી એક મિત્ર ની ઘરે ચા પીવા જાય છે અને આનંદથી આખો દિવશ વિતાવે છે .

આ દિવસે વેપારી અને નાના નાના ધંધાર્થી ભાઈ ઓ પોતાના દુકાન પેઢી પર બેસે છે અને ત્યાં તેમના બધા ગ્રાહક ને મળે છે. તેમજ તે દિવસે તેમના ગ્રાહક ને ફ્રી માં પણ મુખવાસ ખવડાવે છે. આમ મોટા ધંધા બજારો અહિયાં પાચમ સુધી બંધ રહે છે. આમ આ નવું વર્ષ ઘણી બધી ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલું છે. મળવા ના રાજા વિકરમે શકોનો પરાજય કરી પોતાના નામનું સવંત સ્થાપ્યું તે સમય થી આ સવંત નો પ્રારંભ થયો તેથી વિકરમ સવંત કે માલવ સવંત કહેવામા આવે છે.

આ નવું વર્ષ આપણે તથા આપના પરિવારની દરેક મહેચ્શા પૂરી કરે તેવી આશા સાથે જય શ્રી કૃષ્ણ ..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *