Sunday, 22 December, 2024

Ola Kana Ne Kaho Lyrics in Gujarati

160 Views
Share :
Ola Kana Ne Kaho Lyrics in Gujarati

Ola Kana Ne Kaho Lyrics in Gujarati

160 Views

ઓલા કાનાને
ઓલા કાનાને કહો રમવા ને
રાસે આવે વેહલો
ઓલા કાનાને કહો રમવા ને
રાસે આવે વેહલો

કે આવે ગોમતીને ઘાટ રે
રાધા જો એ જોને વાટ રે
કે આવે ગોમતીને ઘાટ રે
રાધા જો એ જોને વાટ રે
જટ આવને જોજે વખત ના વીતી જાય
રઢિયાળી રાત આમના અમથી વહેતી જાય

ઓલા કાનાને
ઓલા કાનાને કહો રમવા ને
રાસે આવે વેહલો

આવને કાના
આવને કાના તારી હારે ગરબે હું તો ઘૂમું
તારા વગર કાના મને લાગે સૂનું સૂનું
સાજ સજેલા એકલવાયા તો લાગે અધૂરું
પ્રીતમાં તારી કાના હું તો જગ આખું રે ભૂલું

કે હૈયામાં છે થનગનાટ રે
એકલા ઝાંખો ઝગઝગાટ રે
કે આવે ગોમતીને ઘાટ રે
રાધા જો એ જોને વાટ રે
જટ આવને જોજે વખત ના વીતી જાય
રઢિયાળી રાત આમના અમથી વહેતી જાય

ઓલા કાનાને
ઓલા કાનાને કહો રમવા ને
રાસે આવે વેહલો

ઓરે કાના
તરસે આંખ વિરહમાં તને ગોતે ખૂણે ખૂણે
પૂછું હું સૌને પણ કોઈના મારુ સુને
આમ ને આમ સતાવે કાનો કેટલી વાર કહ્યું ને
બેઠી હું રિસામણે મનાવતો ના તું મુને

લે આવ્યો ગોમતીની ઘાટ રે
રંગે રમશું રાધા સાથ રે
કે આવું ગોમતીની ઘાટ રે
નહિ જોવડાવું આમ વાટ રે

ઓરે રાધા જોવી રે પડે પ્રીતમની કદી વાટ
નીરખી મુને છુપાવ ના તારા હોઠ નો મલકાટ

હે રાધા તારી પ્રીતને કેમ રે ભુલાય
તારા વિના રાધા કાનો કાનો ના કેહવાય
રાધા તારી પ્રીતને કેમ રે ભુલાય
તારા વિના રાધા કાનો કાનો ના કેહવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *