‘ઓપનહાઈમર’એ મારી બાજી, એમ્મા સ્ટોન બેસ્ટ એક્ટ્રેસ, અહીં જુઓ વિજેતાઓની આખી યાદી
By-Gujju11-03-2024
‘ઓપનહાઈમર’એ મારી બાજી, એમ્મા સ્ટોન બેસ્ટ એક્ટ્રેસ, અહીં જુઓ વિજેતાઓની આખી યાદી
By Gujju11-03-2024
96માં એકેડેમી એવોર્ડ 2024ના વિજેતાઓની યાદી આવી ચૂકી છે. આ વખતે કિલિયન મર્ફીને ‘ઓપનહાઇમર’ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રૉબર્ટ ડાઉની જુનિયરને આ જ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઑસ્કર મળ્યો છે. આ તેમની કારકિર્દીનો પ્રથમ ઑસ્કાર છે.
‘ઓપનહાઇમર’એ અત્યાર સુધીના સૌથી વધુ અવૉર્ડ જીત્યા છે. આ ફિલ્મને 13 એટલે કે મોટાભાગની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર વિશ્વભરમાં ‘આયર્ન મેન’ તરીકે પણ પ્રખ્યાત છે. ફિલ્મ ‘પુઅર થિંગ્સ’એ ચાર કેટેગરીમાં ઑસ્કર જીત્યો છે.
તમને જણાવી દઈએ કે ‘ઓપનહાઇમર’, માર્ગોટ રોબીની ‘બાર્બી’, ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’, ‘ધ હોલ્ડવર્સ’, ‘એનાટોમી ઑફ અ ફૉલ’, ‘મેસ્ટ્રો’, ‘પાસ્ટર લાઇવ્સ’ અને ‘પૂઅર થિંગ્સ’ને શ્રેષ્ઠ ફિલ્મની રેસમાં પાછળ રાખીને સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની છે.
રોબર્ટ ડાઉની જુનિયરને ફિલ્મ Oppenheimer માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઑસ્કાર મળ્યો છે. ક્રિસ્ટોફર નોલાનને ઓપેનહીમરના દિગ્દર્શન માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ક્રિસ્ટોફર નોલાન બાફ્ટામાં પણ શ્રેષ્ઠ દિગ્દર્શક હતા.
ઑસ્કર 2024 વિજેતાઓની સંપૂર્ણ યાદી
- બેસ્ટ ડાયરેક્ટરઃ ક્રિસ્ટોફર નોલાન ‘ઓપનહાઇમર’ માટે
- બેસ્ટ પિક્ચરઃ ‘ઓપનહાઇમર’
- બેસ્ટ એક્ટ્રેસ: એમ્મા સ્ટોન ‘પુઅર થિંગ્સ’ માટે
- બેસ્ટ એક્ટરઃ કિલિયન મર્ફી ‘ઓપનહાઇમર’ માટે
- બેસ્ટ ઓરિજિનલ સૉંગઃ વૉટ વૉઝ આઈ મેડ ફોર -‘બાર્બી’
- બેસ્ટ ઓરિજિનલ સ્કોર: લુડવિગ ગોરનસન, ‘ઓપનહાઇમર’
- બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ હોયટે વાન હોયટેમા, ‘ઓપનહાઇમર’
- બેસ્ટ લાઇવ એક્શન શૉર્ટ ફિલ્મ: ‘ધ વન્ડરફુલ સ્ટોરી ઑફ હેનરી સુગર’ માટે વેસ એન્ડરસન અને સ્ટીવન રેલ્સ
- બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મઃ ’20 ડેઝ ઇન મારીયુપોલ’બે
- સ્ટ સપોર્ટીંગ એક્ટરઃ રૉબર્ટ ડાઉની ‘ઓપનહાઇમર’ માટે
- બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસઃ ડેવિન જૉય રેન્ડૉલ્ફ ‘ધ હોલ્ડ ઓવર્સ’ માટે
- બેસ્ટ સાઉન્ડઃ ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ
- બેસ્ટ એનિમેટેડ શૉર્ટ ફિલ્મઃ વૉર ઈઝ ઓવર નાઉ
- બેસ્ટ એનિમેટેડ ફીચરઃ ધ બૉય એન્ડ ધ હેરૉન
- બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિપ્ટઃ એનાટૉમી ઑફ અ ફૉલ
- બેસ્ટ અડૉપ્ટેડ સ્ક્રીનપ્લેઃ અમેરિકન ફિક્શન
- બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલઃ પુઅર થિગ્સબેસ્ટ
- પ્રોડક્ટ ડિઝાઈનઃ પુઅર થિગ્સ
- બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઈનઃ પુઅર થિંગ્સ
- બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચરઃ ધ ઝોન ઑફ ઈન્ટરેસ્ટ
- બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ ઓપનહાઈમર
- બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ઓપનહાઈમર
- બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મઃ ધ લાસ્ટ રિપેર શૉપ
- બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ ગૉડઝિલા માઈનસ વન